ગુજરાતના નાગરિકોનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે કૉંગ્રેસ મજબૂતાઈથી સ્થાનિક ચૂંટણી લડશે

Spread the love

૩૧ ડિસેમ્બર પહેલા તમામ નગરપાલિકા માટેના ઉમેદવાર પસંદગીની પેનલ પ્રદેશ કોંગ્રેસ સમક્ષ રજૂ કરવાં સૂચના : ડો.મનીષ દોશી

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ૭૨ થી વધુ નગરપાલિકાઓની ચૂંટણી માટે કૉંગ્રેસ પક્ષની તૈયારીની ચૂંટણીલક્ષી કામગીરી માટેની મૂલ્યાંકન બેઠક ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પ્રમુખ સ્થાને યોજાઈ. કૉંગ્રેસ પક્ષ દ્વારા આગોતરી તૈયારીઓ માટે રાજીવ ગાંધી ભવન ખાતે મિટિંગનો દોર શરૂ થયો. મિટિંગમાં નિરીક્ષકો,જિલ્લા પ્રમુખ બેઠકમાં હાજર રહ્યા હતા અને સોંપાયેલી કામગીરીનું પ્રદેશ કક્ષાએ મૂલ્યાંકન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્થાનિક સમીકરણ અને સ્થાનિક પ્રશ્નો અંગે નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી. તમામ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી પહેલા કૌશલ્ય તાલીમ શિબિરની કામગીરી પૂર્ણ કરવા કરવામાં આવશે. સ્થાનિક સ્તરે ઉમેદવારોની પસંદગી કરવા સ્થાનિક નેતાઓ પાસેથી સૂચન પણ માગવામાં આવ્યા છે. ૨૮ ડિસેમ્બરના રોજ તમામ નગરપાલિકાઓ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી માટે સ્થાનિક નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન ઉપર મેન્ડેટ આપવામાં આવશે. તા.૨૦,૨૧,૨૨ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને જૂનાગઢ મહાનગર પાલિકા માટે ચૂંટણી સમિતિની બેઠક સ્થાનિક કક્ષાએ મળશે. ૩૧ ડિસેમ્બર પહેલા તમામ નગરપાલિકા માટેના ઉમેદવાર પસંદગીની પેનલ પ્રદેશ કોંગ્રેસ સમક્ષ રજૂ કરવાં સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં નગરપાલિકામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે પ્રજા ત્રસ્ત છે. ત્યારે ગુજરાતના નાગરિકોનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે કૉંગ્રેસ મજબૂતાઈથી સ્થાનિક ચૂંટણી લડશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા,ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિહ સોલંકી,  સિદ્ધાર્થ પટેલ, એઆઇસીસીનાં મંત્રી રામકિશન ઓઝા, ઉષાબેન નાયડૂ, સુભાષિની યાદવ, ભૂપેન્દ્ર મારવીજી, વિધાનસભા પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાની, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, એઆઇસીસીના પૂર્વ મંત્રી સોનલબેન પટેલ, યુથ કોંગ્રેસ એન.એસ.યુ.આઇ પ્રમુખ, મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ,પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ મનીષ દોશી, ઉપપ્રમુખ બિમલ શાહ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મહામંત્રી નઈમ મિર્ઝા, બળદેવ લૂણી, રાજેશ ભ્રહ્મભટ્ટ સહિત જિલ્લા, તાલુકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com