પાટણ 17 ડિસેમ્બર (હિ.સ.) સમી તાલુકા પંચાયત ખાતે અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા આર.આર. પટેલે પોરબંદર ખાતે ગોસા ગ્રામ પંચાયતના સરપંચ પાસેથી બિલ મંજૂર કરાવવા માટે 10,000ની લાંચ લીધી હતી. આ લાંચનો વીડિયો-ઓડિયો રેકોર્ડિંગ ચાર વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો અને એફએસએલ દ્વારા સર્ટિફાઇડ થયા બાદ એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.