PMJAY આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતિને લઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરી 6 આરોપીઓની અટકાયત હાથ ધરી
PMJAY આયુષ્યમાન કાર્ડમાં ગેરરીતિને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થવા પામી છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણીથી વધુ એક ગેરરીતિ સામે આવવા પામી છે. જેમાં લાયકાત ન ધરાવતા લોકોના નામે PM-jay કાર્ડ બનાવી દેવાયા છે. યોજનાનો ગેરલાભ ઉઠાવવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. દસ્તાવેજ વગર બિનલાયક લોકોનો ગેરકાયદે કાર્ડ બનાવતા હતા. આ સમગ્ર ગેરરીતિને લઈ ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓની અટકાયત કરી છે. આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી બહાર આવી છે. સમગ્રે દેશમાં મોટાપાયે રેકેટ ચાલતું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ત્રણ દિવસ પહેલા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલનાં ડિરેક્ટર રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ દર્દીઓના મોત મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં કાર્તિક પટેલને જામીન નહી આપવા ક્રાઈમ બ્રાંચ દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. તેમજ કાર્તિક પટેલ દ્વારા હોસ્પિટલ ખોટ કરતી હોવાનું દર્શાવી સમગ્ર કૌભાંડ આચર્યું છે. તેમજ કાર્તિક પટેલ જ ફ્રી કેમ્પ કરવા માટે દબાણ કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તેમજ વધુમાં વધુ દર્દીઓને હોસ્પિટલમાં લાવવા આદેશ કરતો હતો. હોસ્પિટલને વધુમાં વધુ આવક થાય તે માટે દર્દીઓને શોધતા હતા. હોસ્પિટલમાં દર્દીઓને લાવવા ટાસ્ક કાર્તિક પટેલ જ આપતો હતો. હોસ્પિટલ દ્વારા સરકારની યોજનાની 16.14 કરોડની રકમ મેળવાઈ છે. તેમજ વિદેશ ગયેલા કાર્તિક પટેલ વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરાયું છે. ખ્યાતિ હોસ્પિટલનું નામ એશિયન બેરિયાટ્રીક હોસ્પિટલ હતું. હોસ્પિટલને જમીન અને બિલ્ડરનું કામ કરતા ખ્યાતિ ગ્રુપે ખરીદી હતી. ખ્યાતિ ગ્રુપના સ્થાપક કાર્તિક પટેલે દ્વારા હોસ્પિટલ ખરીદવામાં આવી હતી. એશિયન બેરિયાટ્રીક હોસ્પિટલ ખરીદીને ખ્યાતિ હોસ્પિટલ નામ કર્યું હતું. અમદાવાદના મોંઘા એસ.જી.હાઈવે પર આ હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલમાં સેવાના નામે માત્ર રૂપિયા રળવાનો ધંધો કરવામાં આવે છે. જેમાં કેટલાક ‘વેપારી’ ડોક્ટર્સને સાથે રાખીને માત્ર ધંધો કરવાના આશયથી દર્દીઓના જીવ જોખમમાં મુકવામાં આવે છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટરોના નામ સામે આવ્યા હતા. જેમાં કાર્તિક પટેલ, ડો. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે આવ્યું છે. તથા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની કાર્ડિયાક સર્જરીમાં ફરજ નિભાવનારા ડૉક્ટરે સારવાર ન કરી હોવાનો ખુલાસો થયો હતો. જેમાં ડૉ.પ્રશાંત વિજરાનીએ દર્દીનું ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે.