ટ્રાફિક અંગેની ‘શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને હર્ષ સંઘવીના હસ્તે ઈનામ અપાયા

Spread the love

…..
આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થયો : નિયમો તોડનારાને દંડ નહીં સીધા જેલ ભેગા કરો : હર્ષ સંઘવી
….
અમદાવાદ
….
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટ્રાફિક અંગેની ‘શોર્ટ ફિલ્મ સ્પર્ધા’ના વિજેતાઓનો સત્કાર સમારોહ અમદાવાદના વાઇડ એન્ગલ સિનેમા,દેવ આર્કેડ મોલની પાસે, એસ.જી.હાઇવે,અમદાવાદ શહેર ખાતે યોજાયો હતો.આશરે 458 જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી. જેમાંથી 10 જેટલી શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહરાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. અન્ય 50 જેટલી ફિલ્મોને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ 10 શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી હતી.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ફિલ્મનિર્માતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તમામ ફિલ્મોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા લવાશે.રોડ એન્જિનિયરિંગ એ ટ્રાફિક અને અકસ્માત ઘટાડવા સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ કામગીરીને લઈને આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થયો છે.સંઘવીએ એવું પણ કહ્યું કે નિયમો તોડનારાને દંડ નહીં પણ સીધા જેલ ભેગા કરો. હર્ષ સંઘવીએ ટ્રાફિકના કામોમાં સહયોગ બદલ ટ્રાફિક ટ્રસ્ટના પ્રમુખ પંકજ પટેલનો પણ આભાર માન્યો હતો.પ્રથમ વિજેતાને રૂ. 2 લાખનું રોકડ ઈનામ, દ્વિતીય વિજેતાને રૂ.1.5 લાખનું રોકડ ઈનામ અને તૃતીય વિજેતાને રૂ.1 લાખનું રોકડ ઈનામ જ્યારે અન્ય સાતને રૂ.10,000 રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે અમદાવાદ પોલીસની ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ બાબતે પ્રશંસનીય કામગીરી કરાઇ રહી છે, જેના પરિણામે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયો છે. આજના સમયમાં ટ્રાફિક નિયમનો બાબતે તમામ લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે.આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. કમિશનરશ્રીએ આ શોર્ટ ફિલ્મ સ્પર્ધા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે આંકડાકીય માહિતીઓ દર્શાવી અકસ્માતમાં થયેલ ઘટાડા વિશે પણ જણાવ્યું હતું. કમિશનરશ્રીએ લોકો દ્વારા કરાયેલ રજૂઆતોને પણ ધ્યાનમાં લઈને સુધારાઓ કરાયા છે.આ પ્રસંગે નાયબ ટ્રાફિક પોલીસ કમિશનર સફીન હસને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત અને ટ્રાફિક ઘટાડવા કરાયેલ નોંધપાત્ર કામગીરી વિશે સૌને વાકેફ કર્યા હતા. વધુમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com