ચીન એક તરફ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત સાથે સમજૂતિને આગળ વધારવાની વાત કરી રહ્યું છે. બીજી તરફ ડોકલામની આસપાસના ગામ વસાવી રહ્યું છે. ચીનની આ ચાલબાજીનો સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરોએ ખુલાસો કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ચીને છેલ્લા આઠ વર્ષમાં ભૂટાનના પારંપરિક વિસ્તારમાં ઓછામાં ઓછા 2 ગામ અને વસ્તીનું નિર્માણ કર્યું છે. 2020 બાદથી ડોકલામ પઠાર પાસે આઠ ગામનું નિર્માણ કર્યું છે. ભૂટાનના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત આ આઠ ગામ ડોકલામ પાસે રણનીતિક દ્રષ્ટિથી મહત્ત્વપૂર્મ સ્થળો પર બનેલા છે. આ ગામ એક ઘાટી સાથે જોડાયેલા છે જેને ચીન પોતાના અધિકારમાં ગણાવે છે. કેટલાક ગામ ચીની સૈન્ય ચોકી પાસે સ્થિત છે. આ 22 ગામમાં સૌથી મોટા ગામનું નામ જૂવુ છે, જે પારંપરિક ભૂટાની ગોચર ત્સંથાંખખા પર સ્થિત છે.
આ ગામનું નિર્માણ ભારત માટે ચિંતાનું કારણ બની ગયા છે. ડોકલામમાં ચીનની સ્થિતિ મજબૂત થતા સિલિગુરી કોરિડોર જેને ‘ચિકન નેક’ પણ કહેવામાં આવે છે, તેની સુરક્ષા પર સંકટ ઉભુ થઇ શકે છે. આ કોરિડોર ભારતની મુખ્ય ભૂમિને ઉત્તર-પૂર્વ રાજ્ય સાથે જોડે છે. મહત્ત્વપૂર્ણ છે કે આ ઘટનાને લઇને હજુ સુધી ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. તાજેતરના વર્ષોમાં ભૂટાની અધિકરીઓએ ભૂટાનમાં ચીન દ્વારા વસાવવામાં આવેલી વસ્તીને ફગાવી દીધી છે. 2023માં ભૂટાનના પૂર્વ વડાપ્રધાન લોતે ત્શેરિંગે એક બેલ્જિયન સમાચાર પત્રને જણાવ્યું હતું કે આ ચીની ઠેકાણા ભૂટાનમાં નથી. ભૂટાને આ મુદ્દા પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. મહત્ત્વપૂર્ણ છે કે 2016માં જ્યારે ચીને ભૂટાનના વિસ્તારમાં પ્રથમ ગામ બનાવ્યું હતું ત્યારથી અત્યાર સુધી 22 ગામ વસાવી ચુક્યુ છે. આ ગામમાં આશરે 2284 ઘર છે. લગભગ 7000 લોકો આ વિસ્તારમાં વસાવવામાં આવ્યા છે.