આરોપી સુનિલ
અમદાવાદ
આજરોજ તા. ૧૮/૧૨/૨૦૨૪ ના રોજ સવાર કલાક ૦૮/૪૫ થી ૦૯/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાનમાં કારગીલ ચાર રસ્તા ખાતે ઇન્ડીકા કારને એક સ્કોર્પીયો કારના ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારેલ જે અકસ્માતનો બનાવ બનતા બન્ને કારના ચાલકો વચ્ચે બોલાચાલી થતા અસસ્માત કરનાર સફેદ કલરની સ્કોર્પીયો કાર નં. RJ-19-UC-5222 ના ચાલકને ઇન્ડીકા કારમાં સવાર આશિતભાઇ બલવંતરાય આચાર્ય નાઓએ પોલીસ આવે ત્યાં સુધી રોકાવવાનુ કહી રોકતા સ્કોર્પીયો કારના ચાલકે સદરહુ આશિતભાઇ આચાર્ય ને જાનથી મારી નાખવાના ઇરાદે ઇજા પામનાર ઉપર કાર ચડાવી શરીરે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની કોશીશ કરી નાશી ગયેલ હોવાનો બનાવ બનેલ.
આ કામે ઇજા પામનાર ના પુત્ર દ્વનન આશીતભાઇ આચાર્ય નાઓની સ્કોર્પીયો ચાલક વિરુધ્ધ ફરીયાદ લઇ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૫૨૪૦૭૮૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ બી.એન.એસ. કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૨૮૧ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪(બી) મુજબનો ગુનો રજીસ્ટર કરી ગુનો આચરનાર કાર ચાલકની વોચમાં રહેવા અમદાવાદ શહેર કંટ્રોલ મારફતે અલગ અલગ જીલ્લાઓમાં જાણ કરવા બ્રોડકાસ્ટ કરાવી ગુનો આચરી નાશી જનાર કાર ચાલક બાબતે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી આરોપીની ઓળખ મેળવી ગુનો આચરનાર આરોપી સુનિલ સ/ઓ ઓમપ્રકાશ દધીચ ઉ.વ.૩૪ રહે. ગામ. બોરૂંદા તા. પીપાર સીટી જી.જોધપુર રાજસ્થાન નાઓને સ્કોર્પીયો કાર સાથે ઘુમા સર્કલ અમદાવાદ ખાતેથી ગણતરીના કલાકોમાં શોધી લઇ આરોપીને ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે. અને આગળની વધુ તપાસ ચાલુમાં છે.