ઇસનપુર બ્રીજ નીચે ન્યુ લક્ષ્મી ચાઇનિજ ફુડ નામની દુકાન આગળ ફુટપાથ ઉપર જાહેરમાંથી રુ.૨૦ લાખની કિમંતના ૨૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીઓને ઝડપતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ 

Spread the love

આરોપી પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ ગણેશભાઈ મીણા

અમદાવાદ

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા તથા નાર્કોટીક્સની બદીને સંદતર નાબુદ કરવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.વી.દેસાઇ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એ.ગોહીલના માર્ગદર્શન આધારે અલગ અલગ ટીમો બનાવી અમદાવાદ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની પ્રવૃતીઓ અંગેની બાતમી હકિકત મેળવવા સારુ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન આસી.પો.સ.ઈ. જે.બી.દેસાઈને બાતમી હકિકત મળેલ જેમાં એક ઇસમ નામે પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ મીણા કે ગેરકાયદેસરનો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો રાજસ્થાન પ્રતાપગઢ ખાતેથી લઇ આવી અમદાવાદ શહેર ખાતે વેચાણ કરવા સારૂ વહેલી સવારે ઇસનપુર બ્રીજ નીચે આવનાર છે જે બાતમી હકિકત આધારે નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી.ની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.વી.દેસાઇની આગેવાનીમાં ટીમ બનાવી અમદાવાદ શહેર, ઇસનપુર બ્રીજ નીચે ન્યુ લક્ષ્મી ચાઇનિજ ફુડ નામની દુકાન આગળ ફુટપાથ ઉપર જાહેરમાંથી આરોપી પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ ગણેશભાઈ મીણા રહે. તલઈ મહોલ્લા, કન્યા સ્કુલની બાજુમાં, ધાનમંડી રોડ પ્રતાપગઢ, તા.જી.પ્રતાપગઢ (રાજસ્થાન) નાઓને ઝડપી લીધેલ. રેડ દરમ્યાન તેઓના કબ્જામાંથી ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ૨૦૦.૭૦૦ ગ્રામ કિ.રૂ.૨૦,૦૭,૦૦૦/- તથા અન્ય ચિજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૨૦,૦૯,૧૬૦/- ના મુદ્દામાલ મળી આવતા ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૪૦૩૩૦/૨૦૨૪ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૧ (સી), ૨૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે.

આરોપીની મોડેસ ઓપરેટિંગ

આરોપી પ્રેમનારાયણ ઉર્ફે નાનુરામ મીણા મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાયર તરીકે અવાર-નવાર અમદાવાદ ખાતે ડ્રગ્સની સપ્લાય કરવા આવે છે અને કોઇ પોલીસ તેમને રોકે/પકડે તો પોલીસની આંખમાં મર્ચી પાઉડર નાખી ભાગી જવાની એમઓ ધરાવે છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

1. પ્રતાપગઢ (રાજસ્થાન રાજ્ય) પિપલખુટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૯૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૬૬, ૩૪૪, ૩૭૬, ૩૭૬(૨)(એન) મુજબ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

– પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.વી.દેસાઇ

> પો.સ.ઈ.શ્રી, એમ.બી.ચાવડા

આસી.પો.સ.ઇ. શ્રી જે.બી.દેસાઇ

હે.કો. મહેન્દ્રસિંહ બળવંતસિંહ

હે.કો. કલ્પેશભાઇ રણછોડભાઇ

> હે.કો. હરપાલસિંહ વિક્રમસિંહ

હે.કો. દિગ્વિજયસિંહ જોરસંગભાઇ

> હે.કો. રામદેવસિંહ અભેયસિંહ (ટેકનીકલ)

પો.કો. જીતેન્દ્રસિંહ લાખુભાઇ

ડ્રા.હે.કો. નરેન્દ્રભાઇ ગિવિંદભાઇ

– ડ્રા.પો.કો. દિનેશભાઇ બિજલભાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com