અમદાવાદ એરપોર્ટ હાલમાં 6 એરલાઈન્સ સાથે 46 થી વધુ સ્થાનિક સ્થળો અને 20 એરલાઈન્સ સાથે 16 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાયેલુ
અમદાવાદ
વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઈન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપને શિયાળામાં મનપસંદ સ્થળોની યાત્રા કરવાનું આમંત્રણ આપે છે. SVPI એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોનો સમાવેશ કરતી ઓફર્સ સાથે આપના વેકેશન પ્લાનને વધુ સરળ અને સુગમ બનાવશે.વિવિધ સ્થળોની સીધી ફ્લાઇટ્સ સાથે SVPI એરપોર્ટ આપનો વેકેશન પ્લાન રસપ્રદ અને પહેલા કરતા વધુ સરળ બનાવે છે. અમદાવાદ એરપોર્ટ હાલમાં 6 એરલાઈન્સ સાથે 46 થી વધુ સ્થાનિક સ્થળો અને 20 એરલાઈન્સ સાથે 16 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાયેલુ છે.
ભારતના વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સનું અન્વેષણ કરો
ઈશાન ભારત
ગુવાહાટી: ઉત્તરપૂર્વના પ્રવેશદ્વાર ગુવાહાટીની મોહક સુંદરતા, પવિત્ર કામાખ્યા મંદિરના દર્શન જાજરમાન બ્રહ્મપુત્રા નદીની સૈર અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવન સફારી કરો
– ઈન્ડિગો: 7/ સપ્તાહ
પશ્ચિમ ભારત:
• ઉદયપુર: તળાવોના શહેર ઉદયપુરની ભવ્યતામાં તલ્લીન થઈ જાવ. મહારાજાઓની આભા, મહેલોની ભવ્યતાના માણો, ફતેહ સાગર, પિચોલા તળાવ અને વાઇબ્રન્ટ બજારોની ઝલક આપને અનોખો અનુભવ કરાવશે.
0 એલાયન્સ એર: ૩/ સપ્તાહ
• જલગાવ થાવલ વન્યજીવન અભયારણ્યમાં રોમાંચક વાઇલ્ડલાઇફ સફારી કરો. અહીં વાઘ ચિત્તો અને અન્ય વિચિત્ર પ્રાણીઓ વિચરણ કરે છે. અહીંના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો શ્રી ક્ષેત્ર પદ્માલય અમલનેરનું શ્રી મંગલ દેવ મંદિર, મનુદેવી મંદિર અને ઉનપદેવ ગરમ પાણીના ફુવારા વગેરેની યાત્રા કરો.
0 એલાયન્સ એર: ૩/ સપ્તાહ
• કેશોદ: માધવપુર બીચ અને લીલાછમ લેન્ડસ્કેપ્સ સાથે સોમનાથ અને ગિરનારના પ્રાચીન મંદિરો માટે જાણીતા તીર્થ કેશોદની શાંત સુંદરતા માણો.
5 એલાયન્સ એર: 3/ સપ્તાહ
• કોલ્હાપુર: સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કોલ્હાપુરમાં સ્વાદિષ્ટ ભોજન અને ફૂટવેર સહિત પરંપરાગત હસ્તકલાનો રોચક અનુભવ કરો.
0 સ્ટાર એર: 4/ સપ્તાહ
દક્ષિણ ભારત:
મુન્નાર: મનોહર લેન્ડસ્કેપ, રોલિંગ હિલ્સ અને ચાના બગીચાઓ ધરાવતું મુન્નાર રજાઓ માણવા માટે આદર્શ સ્થળ છે. મુન્નાર અસ્તવ્યસ્ત શહેરી જીવનથી દૂર શાંત વાતાવરણ ધરાવે છે. અલપ્પુઝા તરીકે ઓળખાતુ અલેપ્પીના શાંત બેકવોટર માટે જાણીતુ છે.
– ઈન્ડિગો: કોચી (COK) એસ્પોર્ટથી: 10/ સપ્તાહ
તિરુવનંતપુરમ: કેરળની સાંસ્કૃતિક રાજધાની પદ્મનાભસ્વામી મંદિરનું આધ્યાત્મિક મહત્વ ખૂબ છે. આપ પૂવર અને એન્યુથેન્ગુના બેકવોટર સાથે કોવલમ અને વર્કલાના અદભૂત દરિયાકિનારા પણ શોધી શકો છો. કન્યાકુમારી ખાતે ત્રણ સમુદ્રના આકર્ષક સંગમનો નજારો અનોખુ દૃશ્ય પ્રદાન કરે છે.
– ઈન્ડિગો: 4/ સપ્તાહ
ગોવા: ગોવાના નૈસર્ગિક દરિયાકિનારા પર આરામ કરો વોટર સ્પોર્ટ્સ અને વાઇબ્રન્ટ નાઇટલાઇફ માણો. દૂધસાગર ધોધ, બોમ જીસસના બેસિલિકા અને અગુઆડા કિલ્લાની ભવ્યતાનો અનુભવ કરો.
– મોપા એરપોર્ટ (GOX): સ્પાઇસજેટ – 6/અઠવાડિયું, અકાસા એર – 7/ સપ્તાહ, ઇન્ડિગો – 2/ સપ્તાહ
• ડાબોલિમ એરપોર્ટ (GOI): ઈન્ડિગો – 21/અઠવાડિયા, એર ઈન્ડિયા – 6/અઠવાડિયું
બેલાગવી: બેલગાવીના ઐતિહાસિક કિલ્લાઓ, મંદિરો અને મનોહર લેન્ડસ્કેપ્સનું આપને પ્રવાસનનો અનોખો આનંદ પ્રદાન કરશે.
સ્ટાર એર ૩ સપ્તાહ