ગાંધીનગર
રાજ્યના ગૃહ મંત્રીને હવે સિનિયર સિટીઝનો વરઘોડા વાળા મંત્રી તરીકે પ્રયોજી રહ્યા છે, હા, આટલા વર્ષોમાં જેટલા પણ ગૃહમંત્રી આવ્યા પણ વરઘોડા કોઈએ નહોતા કાઢયા, એ ખોક અને પોલીસનો રોફ બતાવવા સફળ થયા છે, કાયદામાં રહેશો તો ફાયદામાં આ સૂત્ર માર્કેટમાં ધૂમ મચાવી છે, ત્યારે મોટા શહેરોમાં જે ફંટરીયાવો લુખ્ખા, તત્વો જે સીન સપાટી કરતા હતા તે બંધ થઈ ગયા છે, ગૃહ મંત્રીએ ચોગા છગ્ગા મારીને અનેક લુખ્ખા તત્વોને પાઠ ભણાવી દીધો છે, ત્યારે રાજ્યમાં ગૃહમંત્રી પોતે સ્પોર્ટસ ખાતાના પણ મંત્રી છે, ત્યારે સ્પોર્ટસ ખાતામાં જે ખેલાડીઓ ભણે છે અને રહે છે, તે હોસ્ટેલમાં તેમાં ગુજરાતી કેટલા? સોશિયલ મીડિયામાં જુઓ તો હવે ગુજરાતના ગામડામાંથી પણ કર્તવ્ય બતાવનારા અનેક યુવાનો છે, ત્યારે જે તે જિલ્લા રાજ્યમાંથી આવતા હોય તે રાજ્યમાંથી જ એડમિશન મળે અને ગુજરાતમાંથી જ લેવામાં આવે તો ગુજરાતમાં નવા પ્રાણ ફૂકાય તેમ છે, જ્યારથી સ્પોર્ટ્સ ઓથોરિટીની સ્થાપના થઈ ત્યારથી જે એવોર્ડ અને ખેલાડી તૈયાર થયા તેમાં ૯૦% નોન ગુજરાતી છે અને અહીંયા ભાડા પહોંચ તૈયાર કરીને વર્ષોથી રહેતા હોય તેવું બતાવીને અંડાગંડા કરીને એડમિશન મેળવી લેતા હોય છે, આ બારીકાઈથી તપાસ કરાવો, આટલા વર્ષોના ઇતિહાસમાં અનેક મંત્રીઓ આવ્યા, પણ બધા પોપટ બની ગયા, ત્યારે ગૃહ ખાતું જેમ સુધરવા પર ભાર મૂકી રહ્યા છો, તેમ અહીંયા પણ ફોક્સ કરો, રોજ બે થી ત્રણ લીટર દૂધ ઈંડાથી લઈને નોનવેજનો ધુમાડો કરતાં ગુજરાતીઓનો પગ પેસારો પણ જરૂરી છે, અને ઘણા યુવાનો છે. પણ અધિકારીઓની મિલીભગતથી આઉટ કરી દેવામાં આવે છે. સ્પોર્ટસના દરેક કેન્દ્રોમાં તપાસ કરાવો તેમાં ગુજરાતી ૨૦ ટકા પણ ખરા??