સી.આર.પાટીલ, પુરુષોત્તમ રૂપાલા સહિત ગુજરાત ભાજપના નેતાઓએ અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી
અમદાવાદ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલની ટીમે કેન્દ્રિય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલાના સહકારથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી અને ગુજરાતી ફિલ્મ જગતને સેન્સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં મળે તેની રજૂઆત કરવામાં આવી. દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલના કન્વીનરશ્રી બિહારીભાઈ ગઢવી તથા જનકભાઈ ઠક્કર તેમજ તેમની ટીમે કેન્દ્રિય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી, લોકસભા સાંસદશ્રી પુરુષોત્તમ રૂપાલા જીના સહકારથી કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી અને ગુજરાતી ફિલ્મ જગતને સેન્સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં મળે તેની રજૂઆત કરવામાં આવી. ગુજરાતી ફિલ્મો ભારતના ચલચિત્ર જગતમાં એક મહત્વનુ સ્થાન ધરાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ચલચિત્ર જગતમાં ખૂબ જ હકારાત્મક ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપે અને સાથે મનોરંજન પણ પૂરું પાડે તેવી અનેક ગુજરાતી ફિલ્મો આપણી સમક્ષ ગુજરાતના યુવા કલાકારો,દિગ્દર્શકો અને નિર્માતાઓએ પ્રસ્તુત કરી છે. હાલના પરિપેક્ષમાં સેન્સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં આવશ્યક હોય તેમ જણાતા આ રજૂઆત કરવામાં આવી છે.આ પ્રસંગે અરવિંદભાઈ વેગડા, મહર્ષિભાઈ દેસાઈ તેમજ રાકેશભાઈ પૂજારા ઉપસ્થિત રહ્યા હતા.