
કમળ પર બિરાજમાન યોગાસન પોઝમાં સ્કલ્ચરનું અનોખું ડિઝાઇન
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ધ્વારા આજે જય ભગવાન સર્કલ ખાતે સ્વામી રાજર્ષિ મૂનિ માર્ગ, દાદા મોટર્સ પાસેના ચાર રસ્તા YMCA ક્લબ સામેથી એસ. પી. રીંગ રોડ ખાતે અમદાવાદ મેયર પ્રતિભા જૈનના વરદ હસ્તે યોગ સ્કલ્ચરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.તૈયાર કરવામાં આવેલ યોગ સ્કલ્ચરની ડિઝાઇનમાં યોગના સૂત્રો અને સુવાક્યો ઉમેરી પ્રેરણાદાયક બનાવવામાં આવ્યું છે. કમળ પર બિરાજમાન યોગાસન પોઝમાં સ્કલ્ચરનું અનોખું ડિઝાઇન કરવામાં આવ્યુ છે. કમળ શાંતિ, શુદ્ધતા, અને આધ્યાત્મિક વિકાસનું પ્રતિક છે, જે યોગના મૂળ સિદ્ધાંતો સાથે સુસંગત છે. આ યોગ સ્કલ્ચરના માધ્યમથી લોકોને યોગ અપનાવવા પ્રેરણા આપવી અને તેમના જીવનમાં સંતુલન લાવવાની તક પ્રદાન કરે છે.
યોગ દિવસની સ્થાપનાથી લઈને વિશ્વભરમાં યોગના પ્રચાર પ્રસાર દ્વારા નરેન્દ્ર મોદીએ ભારતીય પરંપરાને નવજીવન આપ્યું છે. આ યોગ સ્કલ્ચર વડાપ્રધાનશ્રીના યોગ પ્રત્યેના દ્રષ્ટિકોણને સમર્પિત અને યોગના માધ્યમથી માનસિક શાંતિ અને આરોગ્ય માટે પ્રેરણા આપશે. યોગ ફક્ત શરીર માટે નહીં, પરંતુ મન અને આત્માના આરોગ્ય માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે જેથી યોગ સ્કલ્ચરથી યોગના મહત્વ પર લોકોને જાગૃત કરી શકાય છે. આ પ્રોજેક્ટ યોગ અને શાંતિના વડાપ્રધાનના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, નેતા શાસક પક્ષ ગૌરાંગ પ્રજાપતિ સહિત પદાધિકારીઓ મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલ હતા.