દેશના ખેડૂતો હાલ લડત ચલાવી રહ્યા છે ત્યારે દિલ્લી બોર્ડર પર સરકાર અને ખેડૂતો વચ્ચે કશમકશ જોવા મળી રહ્યું છે ત્યારે PM મોદીએ કહ્યું હતું કૅ તેઓ ખેડૂતોથી ફક્ત એક કૉલ દૂર છે અને ત્યારબાદ પોલીસ (Police) દ્વારા ગાઝીપુર (Ghazipur) અને ટીકરી બોર્ડર (Tikri Border) પર ખીલા લગાવવામાં આવ્યા, જેનો ચારેકોર વિરોધ થયો આ મુદ્દા પર સરકારની ટીકા થઈ તો સ્થાનિક વહીવટી તંત્રએ જલદી એ ખીલા પણ ત્યાંથી હટાવી દીધા,
પરંતુ આ કહાનીમાં એક શાનદાર વળાંક આવી ગયો. ફૂલોના છોડ લગાવવાનો નિર્ણય લીધો છે હવે ખેડૂતોએ એ જ જગ્યા પર જયાં સરકારે ખીલા લગાવ્યા હતા, ત્યાં ફૂલોનો છોડ લગાવવાનો નિર્ણય લીધો છે.
આ માટે બે ડમ્પર માટી પણ ગાઝીપુર બૉર્ડર પર મંગવવામાં આવી છે. ગાઝીપુર બૉડર પર ધરણા પર બેઠેલા ખેડૂતોના નેતા રાકેશ ટિકેત ખીલા વાળી જગ્યાએ જ છોડ રોપવાનું કામ કરી રહ્યા છે. જ્યાં કાલ સુધી સરકાર દ્વારા લગાવવામાં આવેલા ખીલા જોવા મળી રહ્યા હતા ત્યાં હવે ખેડૂતો દ્વારા લગાવવામાં આવેલા ફૂલ નજર આવશે.
જંગલવાળા વિસ્તારમાં કાંટાળા તાર લગાવી દીધા
ઉલ્લેખનીય છે કે સંસદ સત્ર પર થનારી બબાલની આશંકાને જોતા ગાઝીપુર બોર્ડર પર પોલીસે ના ફક્ત મુખ્ય રસ્તાઓ પર બેરિ કેડિંગ અને રસ્તાઓને કાંટાળા. તારોથી બંધ કર્યા હતા, પરંતુ આસપાસના જંગલવાળા વિસ્તારમાં કાંટાળા તાર લગાવી દીધા હતા. આનાથી ના ફક્ત ખેડૂતોને મુશ્કેલી થઈ, પરંતુ આસપાસ રહેનારા લોકોને પણ મુશકેલી થઈ કેમ કે રસ્તાઓ બંધ થયા બાદ તેઓ જંગલના રસ્તે જ આસપાસ જઈ શકતા હતા. હવે ખેડૂતોએ પણ સરકારને જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. જયાં જ્યાં પોલીસતંત્ર દ્વારા ખીલા લગાવવામાં આવ્યા હતા ત્યાં-ત્યાં ફૂલોના છોડ રોપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેઓ ખેડૂતોથી ફક્ત એક કૉલના અંતરે છે
આ પહેલા રાકેશ ટિ કેતને જ્યારે પૂછવામાં આવ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેઓ ખેડૂતોથી ફક્ત એક કૉલના અંતરે છે, તો આ પ્રશ્નનો જવાબ આપતા ખેડૂત નેતા રાકેશ ટિકતે કહ્યું કે, વડાપ્રધાન એક કૉલ પર વાત એક કરવાની કહે છે, અમને તો ખબર જ નથી કે તેમનો નંબર કયો છે. પ્રધાનમંત્રીનો કયો નંબર છે. એ નંબર અમને આપી દો.’