– પ્રાંતિજ પોલીસ ને પ્રાંતિજ મા વિદેશી દારૂ નુ વેચાણ દેખાતુ નથી .
– ખાલી બોટલો ઉપરથી કહી શકાય કે પ્રાંતિજ મા દારૂ ના શોખીનો દારૂનો શોક પૂરો થાય છે
આજે અમે તમને દારૂ ની વિવિધ બ્રાન્ડ ની બોટલો નો જાહેરમાં રહેલ શો રૂમ બતાવવા જઇ રહ્યા છીએ ત્યારે દારૂના શોખીનોએ ખુશ થવાની જરૂર નથી આ દારૂની બોટલો નો શોરૂમ જાહેરમાં છે પણ ખાલી બોટલો નો છે અને વિદેશી દારૂ ના શોખીનો દ્વારા જ ખાલી બોટલો નો શો રૂમ ઉભો કરવામાં આવ્યો છે .
આ વિદેશી દારૂ ની ખાલી બોટલો નો શો રૂમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર અને પ્રાંતિજ ભાખરીયા પોલીસ ચોકીથી થોડેક દુર આવેલ કોમ્પલેક્ષ ની મુતરડી માં જોવા મળે છે અને અહી બધીજ બ્રાન્ડ ની નાની મોટી અને સસ્તી થી મોંધી બોટલો જોવા મળી રહી છે ત્યારે એટલું તો ચોક્કસ છે કે ગાંધીના ગુજરાત માં અને એ પણ પ્રાંતિજ પોલીસ ની છત્ર છાયા માં પ્રાંતિજ મા વિદેશી દારૂ નું કેટલુ ધુમ વેચાણ અને કેટલો પીવાતો હશે એ તો માત્ર આ ખાલી બોટલ ના શોરૂમ ઉપર થી જોઇ શકાય છે અને પ્રાંતિજ પોલીસ ની કામગીરી ઉપર પણ આ ખાલી વિવિધ બ્રાન્ડ ની બોટલો ને લઈને સવાલો ઉઠયાં છે ત્યારે પ્રાંતિજ માં આવી કેટલીય જાહેર જગ્યાઓ ઉપર નાના મોટા શો રૂમ છે અને તેની ઉપર થી અંદાજ પણ લગાવી શકાય કે પ્રાંતિજ પોલીસ ની છત્ર છાયા નીચે કેટલો વિદેશી દારૂ વેચાતો હશે ત્યારે અહી તો એક નહી બે નહી પણ ૧૦૦ થી પણ વધારે ખાલી બોટલો વિવિધ બ્રાન્ડ ની બોટલો જોવા મળી રહીછે ત્યારે હવે જોવું રહ્યું કે આ દારૂની ખાલી બોટલો ના શોરૂમની હજુ પ્રગતિ થશે કે આ અહેવાલ બાદ ખાલી બોટલો નો શોરૂમની પ્રગતિ ઉપર પોલીસ ની બ્રેક લાગશે કે પછી આ મુતરડી નું નામ કરણ કરવામાં આવશે કે વિદેશ દારૂ ની ખાલી બોટલ નો શોરૂમ નામ આપવામાં આવશે એતો હવે જોવું રહ્યું ત્યારે એટલું તો નકકી છે કે પ્રાંતિજ પોલીસ ની ગમે તેટલી ચાંપતી નજર નીચે દારૂ ના શોખીનો પોતાનો શોખ ખુલ્લે આમ પુરો કરે છે ત્યારે એટલું તો ચોક્કસ છે કે બોટલો દારૂ ની છે તો દારૂ નું વેચાણ સાથે પીવાઇ રહ્યો છે ત્યારે પ્રાંતિજ પોલીસ માટે આ ખાલી બોટલો નો શો રૂમ શરમસાર ધટના કહીએ તો નવાઇ નહી .