રશિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કઝાન શહેરમાં મોટો ડ્રોન (UAV) હુમલો થયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ હુમલો કઝાન શહેરની ત્રણ હાઈરાઈઝ ઈમારતોમાં કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે મોટા પાયે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. રશિયાના કઝાનમાં 9/11 જેવો હુમલો થયો છે. વિગતો મુજબ કિલર ડ્રોન 3 ઉંચી ઇમારતો સાથે અથડાયું છે. નોંધનિય છે કે, બ્રિક્સ સમિટનું આયોજન કરીને આ શહેર ચર્ચામાં આવ્યું હતું. આ તરફ હવે કઝાન શહેરની ત્રણ હાઈરાઈઝ ઈમારતોમાં કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે મોટા પાયે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે.