અમદાવાદ
કંપની આજીવન મુદત વધાર્યા જ કરશે તેવી ટ્રાન્સપોર્ટર્સને દહેશત વડોદરા-હાલોલ ટોલ ટેક્સ પર ટ્રાન્સપોટર્સ વિરોધ પ્રદર્શન કરશે કંપનીએ રોડનું મેઇન્ટેનન્સ જોઈએ તેવું કર્યું જ નથી અમદાવાદના અડાલજ મહેસાણા રોડ બનાવવા માટે કરવામાં આવેલા ખર્ચની તુલનાએ અનેકગણો ટોલટેક્સ વસૂલી લીધો હોવા છતાં તેના પર ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ રાખવા સામેના વિરોધમાં કોમર્શિયલ વાહનધારકો અડાલજ- મહેસાણા ટોલ નાકાએ એકઠા થઇ ટોલ ન ભરવાનો વિરોધ કર્યો છે. વડોદરા-હાલોલ ટોલ ટેક્સ પર ટ્રાન્સપોટર્સ વિરોધ પ્રદર્શન કરશે
આ ઉપરાંત વડોદરા-હાલોલ ટોલ ટેક્સ પર ટ્રાન્સપોટર્સ વિરોધ પ્રદર્શન કરશે. ગુજરાતના વડોદરા-હાલોલ અને અડાલજ મહેસાણા આ બંને રોડ ઉપર 2001- 2002થી ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશને ટોલનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. આ અંગે સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. રૂ. 500 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર રૂ. 100 કરોડનો નફો કરવાની શરત મૂકવામાં આવી
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ મુકેશ દવેનું કહેવું છે કે સરકાર સાથે રસ્તો બાંધવાનો કરાર કર્યો તેમાં કંપનીએ તેને 20 ટકા વાર્ષિક નફો મળવો જોઈએ તેવી શરત મૂકી હતી. આમ રૂ. 500 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પર રૂ. 100 કરોડનો નફો કરવાની શરત મૂકવામાં આવી હતી. નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીને રૂ. 100 કરોડનો નફો ન થાય અને માત્ર રૂ.75 કરોડનો નફો થાય તો બાકી રૂ. 25 કરોડ મૂડીમાં ઉમેરાય અને તેના પર 20 ટકાનો વધુ નફો કરવાની છૂટ મળવી જોઈએ તેવી શરત રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. 46 કંપનીએ રોડનું મેઇન્ટેનન્સ જોઈએ તેવું કર્યુ જ નથી
આ મુજબ તેને 2030ની સાલ સુધી ટોલ વસૂલવાની છૂટ મળેલી છે. આ શરતને આધીન રહીને 2010ની સાલમાં ગુજરાત સરકારે રૂ.1910 કરોડ રિકવર કરવાની છૂટ આપી હતી. આ રકમ 2030ની સાલ સુધીમાં રિકવર કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. પરંતુ 2030 સુધીમાં 1910 કરોડ વસૂલ ન થાય તેમ હોવાનું જણાવીને કંપનીએ તેની ટોલ વસૂલ કરવાની મુદત 2040 સુધી લંબાવી આપવાની માગણી મૂકી છે. આમ કંપની આજીવન મુદત વધાર્યા જ કરશે તેવી ટ્રાન્સપોર્ટર્સને દહેશત છે. તેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે કંપનીએ રોડનું મેઇન્ટેનન્સ જોઈએ તેવું કર્યુ જ નથી.