અમદાવાદ
ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા રૂપિયા 6000 કરોડના BZ કૌંભાડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. સાથે જ 6 હજાર કરોડના કૌભાંડના રાઝ પણ ખુલશે. ગઈકાલે CID ક્રાઈમે મહેસાણાના વિસનગરના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેને પકડ્યો હતો. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા કેસમાં મોટો ખુલાસો થયો છે. ભૂપેન્દ્ર ઝાલાની નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી હતી. જેમાં પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. મહાઠગ મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ નકારી રહ્યો છે. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર ન મોકલ્યાનું રટણ કરી રહ્યો. નોંધનીય છે કે, CID ક્રાઈમ પહેલી વખત રેડ કરી ત્યારે તે બહાર ગામ હતો. રેડ સમયે મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો. બાદમાં ઓફિસ પર ફોન કરતા કોઈએ જવાબ આપ્યો નહોતો અને તેને કોઈ વ્યક્તિને ઓફિસ મોકલતા ખ્યાલ આવ્યો કે પોલીસની રેડ પડી છે. જે બાદ તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નાસી ગયો હતો અને એક મહિના દરમ્યાન મોટા ભાગે રાજસ્થાનમાં રોકાયો હતો. એક મહિના દરમ્યાન તે એક વખત ગુજરાત આવ્યો હતો. રાજસ્થાનથી અલગ અલગ ત્રણ સીમ કાર્ડ ખરીદ્યા હતા. તે વોટ્સઅપના માધ્યમથી પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં હતો. જે ફાર્મમાંથી ધરપકડ કરવામાં આવી તે વ્યક્તિ સાથે વર્ષ 2018થી સંપર્કમાં હતો. 2024 લોકસભા ચૂંટણી લડવા તેણે ખોટું એફિડેવિટ રજૂ કર્યું હોવાનું પણ ખુલ્યું છે. પોતાના પર કોઈ પોલીસ ફરિયાદ નહીં હોવાનું ખોટું એફિડેવિટ કર્યું હતું. ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા રૂપિયા 6000 કરોડના BZ કૌભાડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. સાથે જ 6 હજાર કરોડના કૌભાંડના રાઝ પણ ખુલશે. ગઈકાલે CID ક્રાઈમે મહેસાણાના વિસનગરના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેને પકડ્યો હતો.
ઝાલાએ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાંથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો હતો. ભૂપેન્દ્ર ઝાલા કેટલાક વ્યક્તિના સતત સંપર્કમાં હતો. સીઆઇડી ક્રાઈમને આ બાબતની ગંધ આવી જતા, ભુપેન્દ્ર ઝાલાની નજીકના વ્યક્તિઓના કોલ ટ્રેસ કરીને આખરે સીઆઈડી ક્રાઈમ ભુપેન્દ્ર ઝાલાના કોલર સુધી પહોંચી ગઈ. જોકે, તેને કોણે-કોણે આશરો આપ્યો તેની પણ તપાસ થઈ રહી છે. 30 દિવસથી ફરાર ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે કઈ રીતે CID ક્રાઈમના સકંજામાં આવ્યો એ અંગે ન્યૂઝ18 ગુજરાતી પાસે સુપર એક્સક્લુસીવ જાણકારી છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણા જિલ્લામાં હોવાની બાતમી CID ક્રાઈમને મળી હતી. બાદમાં એક યોજના બનાવવામાં આવી અને શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. CID દ્વારા બધું જ સિક્રેટ રાખવામાં આવ્યું હતું. બપોરે 1 વાગ્યે CID ક્રાઈમ દ્વારા મહેસાણાના અલગ અલગ સ્થળો પર શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમની સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા સંપર્કમાં હોવાની આશંકા હતી એવા તમામ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરાઈ. સતત 3 કલાક સુધી CID ક્રાઈમ શોધખોળ અને પૂછપરછમાં લાગી હતી. CID ક્રાઈમની ટીમ શંકાસ્પદ ઠેકાણા વાળી જગ્યાએ ફેંદી વળ્યા હતા. આ દરમિયાન એક મોટી બાતમી CID ક્રાઈમની ટીમને મળી હતી અને CIDની 3 કલાકની મહેનત રંગ લાવી હતી. સાંજે 4 વાગ્યે મહેસાણાના દવાડા ગામેથી 6 હજાર કરોડના કથિત કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાઈ ગયો હતો. જોકે ભૂપેન્દ્રસિંહ ઝાલા દવાડા ગામના એક ખેતરમાં ફાર્મહાઉસમાં રહેતો હતો. રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાથે ચાલી રહેલી પોન્ઝી સ્કીમનો CID ક્રાઈમે પર્દાફાશ કર્યો હતો. ગુજરાતના સૌથી મોટા સ્કેમ કરનારા BZ ગૃપ પર CIDની તવાઈ હાથ ધરવામાં આવી > હતી. આ કંપની પર પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે. આ આરોપો લાગ્યા બાદ BZ ગૃપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.