સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 3-4 ટકા સુધીના DA વધારાની જાહેરાત કરી શકે છે!

Spread the love

કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર જાન્યુઆરીમાં મોંધવારી ભથ્થા (ડીએ)માં વધારાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 3-4 ટકા સુધીના DA વધારાની જાહેરાત કરી શકે છે. ડીએમાં આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગૂ માનવામાં આશે. જો કે છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ જોઈએ તો સરકાર જાન્યુઆરીના ડીએ વધારાની જાહેરાત માર્ચમાં કરે છે. સરકાર ડીએ વધારવાની જાહેરાત ભલે ગમે ત્યારે કરે પરંતુ તેને લાગૂ તો 1 જાન્યુઆરીથી જ માનવામાં આવે છે. સરકાર વર્ષમાં 2 વખત ડીએ વધારે છે. 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. હાલ 53 ટકા છે મોધવારી ભથ્થું અને મોંઘવારી રાહત ગત વર્ષે પણ ડીએમાં વધારો ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં કરાયો હતો. પરંતુ તેને લાગૂ 1 જુલાઈથી ગણવામાં આવ્યો હતો. સરકારે ઓકટોબરમાં ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો. ત્યારે ડીએ વધીને 53 ટકા થયું હતું તે અગાઉ માર્ચ 2024માં ડીએ 4 ટકા વધ્યું હતું. ત્યારે મોધવારી ભથ્થું 4 ટકા વધવાથી બેઝિક પેના 50 ટકા થયું હતું. હવે ડીએ બેઝિક સેલરીના 53 ટકા છે. આ સાથે જ પેન્શનર્સ માટે મોંધવારી રાહત (DR) પણ 53 ટકા છે. DA અને DR દર વર્ષ બે વાર વધારવામાં આવે છે. DA કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે જ્યારે DR પેન્શનર્સને આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com