વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના પૂર્વ નગરસેવક અને સતત 3 ટર્મથી ચૂંટાતા દિપક શ્રીવાસ્તવને ટિકિટ ન આપતા પોતે અપક્ષ ઉમેદવારી કરીને સૌને ચોંકાવી દીધા હતા.તે વિવાદ ચાલુ છે, ત્યારે પત્રકાર પરિષદમાં પી આર પાટીલને પૂજા કરવામાં આવી કે ભાજપના M LA મધુ શ્રીવાસ્તવ પોતે અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવ જેઓ તેમના પુત્ર થાય છે, તેમના માટે પ્રચારના શ્રીગણેશ કરશે તો શું? ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલ દ્વારા આ સંદર્ભે જણાવ્યું હતું , કે પાર્ટીથી વિરુદ્ધ અને પક્ષવિરુદ્ધ પ્રવૃતિ કરવામાં આવશે તો તેમની સામે પણ પગલાં લેવાશે ,
મધુ શ્રીવાસ્તવ પોતાના દિકરાને જીતાડવા પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે અને M LA મધુ શ્રીવાસ્તવ દ્વારા એક પત્રકારને કેમેરા સામે ફોડી દેવાની ખુલ્લી ધમકીથી રાજકારણ ગરમાયું હતું, ત્યારે C R પાટીલે જણાવ્યું કે આ સંદર્ભે કોઈ ફરિયાદ આવશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે