જો તમે ઘરમાં પેટ ડોગ રાખતા હોય તો  આજથી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ 

Spread the love

પેટ ડોગ રજીસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ 73 માલિકોએ તેમના 107 પાલતુ કૂતરાઓની ઓનલાઈન નોંધણી કરાવી

અમદાવાદ

જો તમે ઘરમાં પેટ ડોગ રાખતા હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેને લઇ આજે 1 જાન્યુઆરીથી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.રોડ પર રખડતા શ્વાન અંગેની ગણતરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જે લોકો ઘરમાં પેટ ડોગ રાખે છે, તેવા શ્વાનની ગણતરી કરવામાં આવતી નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આજે પેટ ડોગ રજીસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ 73 માલિકોએ તેમના 107 પાલતુ કૂતરાઓની ઓનલાઈન નોંધણી કરાવી છે.

પેટ ડોગ ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાણો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઇટ https://ahmedabadcity.gov.in પર જવાનું રહેશે.

જેમાં important links માં ક્લિક કરતાંની સાથે અજદારનું નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો નાખવાની રહેશે જેથી તરત ઓટીપી માંગવામાં આવશે.

જેમાં ઓટીપી નાખતાની સાથે જ એક લિંક ખુલશે.

જેમાં પેટ ડોગના રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.

પેટ ડોગના માલિકના નામ મોબાઈલ નંબર, રહેઠાણ, કૂતરાની જાત તેનો પ્રકાર અને તેની ઉંમર સહિતની વિગતો ભરવાની રહેશે.

જે વિગતો ભર્યા બાદ પેટ ડોગના માલિકે પોતાના ઓળખના પુરાવા પણ જોડવાના રહેશે.

પેટ ડોગ નોંધણી ફી વિશે જાણો

ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાળતુ શ્વાન નોંધણી ફી રૂપિયા 200 ચૂકવવાના રહેશે. જેમાં pay પર ક્લિક કરી ફી ચૂકવી શકાશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

90 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પેટ ડોગનું રજીસ્ટ્રેશન આજે 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસ સુધીમાં કરાવવાનું રહેશે.

પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવા જરૂરી પુરાવા

અરજદારનું આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ

અરજદારનું ટેક્સ બિલ

અરજદારનું લાઈટ બિલ

અરજદારનો ફોટોગ્રાફસ

પેટ ડોગનો ફોટોગ્રાફ્સ

પેટ ડોગ રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *