પ્રજાના પ્રશ્નોને લઈ ભાજપના MLAએ રૂપાણી સરકાર સામે બાંયો ચઢાવી

Spread the love

પૂર્વ શહેરી વિકાસ પ્રધાન અને અમદાવાદના પ્રભારી આઈ. કે. જાડેજાના ટ્વીટ ના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ભાજપના વધું એક ધારાસભ્ય એ રૂપાણી સરકારની કામગીરી સામે પરોક્ષ રીતે બળાપો કાઢ્યો છે. બીજેપીના ધારાસભ્ય કે એમ.પી કે હોદ્દેદારો મીડિયામાં તેમના પ્રશ્નોને ઉઠાવવાનું ટાળતા હોય છે.પણ જાડેજા બાદ હવે બી.આર.ટી.એસ. રૂટ વધી રહેલા અકસ્માતોને લઇ કોરિડોરના રૂટ પર બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર લગાવવાની એ.એમ.સીમાં રજુઆત મુદ્દે

મીડિયા અહેવાલો મુજબ, રાકેશ શાહે બીઆરટીએસ રૂટમાં વધી રહેલા અકસ્માતોને લઇને વર્ષ 2016માં અમદાવાદ મહાનગર પાલિકામાં સ્પીડ બ્રેકર કે બમ્પ લગાવવામાં આવે તેવી રજુઆત કરી છે. આ બાબતે અનેક વખતે રજુઆત કરવા છતાં તેમનું કોઈ જ પરિણામ આવ્યું નથી.મહત્વની વાત તો એ છે કે, મહાનગર પાલિકા, રાજય અને કેન્દ્ર સહીત તમામ જગ્યાએ બીજેપી સત્તાસ્થાને હોવા છતાં બીજેપીના હોદ્દેદારોને અધિકારીઓ ગણતા નથી. ત્યારે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રજાના હિત માટે લડતા સમયે આવી હાલત છે તો પ્રજાની શું સ્થિતિ હશે તે સમજી શકાય છે.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે પ્રકારે બીજેપીના સિનિયર નેતા આઈ કે જાડેજા અને સિનિયર ધારાસભ્ય રાકેશ શાહ તંત્રની કામગીરીને લઇ સવાલો ઉઠાવી રહ્યા છે એજ બતાવે છે જે ગુજરાત બીજેપીમાં અંદર ખાને અધિકારીઓના રાજ સામે ભારે અસંતોષ પ્રવતિ રહ્યો છે. આ અધિકારીઓ સામેનો રોષ છે કે પછી કોંગ્રેસમાંથી આવી રહેલા પક્ષ પલટુઓને બીજેપી સરકારમાં મળી રહેલા પ્રધાન પદનો રોષ છે કે, પછી રાજય સરકારના મુખિયા ગણાતા રૂપાણી સરકારની કાર્યનીતિ સામે અવાજ છે કે, પછી બળવાની ચિનગારી છે, તે તો આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com