ગાંધીનગર.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને નવું જીવન આપવા માટે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. તળાવના પુનર્જીવન અંતર્ગત, જળાશયની સફાઈ અને જળચર જીવનને નુકસાન ન થાય તે રીતે ઢોળાવ રક્ષણ કાર્યો હાથ ધરાયા છે. તળાવની આસપાસ પર્યાવરણનું સંવર્ધન કરવા માટે 80થી વધુ જાતોના વૃક્ષો અને છોડોના વાવેતર કરવામાં આવ્યા છે. આ વાવેતરથી તળાવના પર્યાવરણમાં જૈવવિવિધતા વધશે અને પક્ષીઓને અનુકૂળ માહોલ મળશે. જાહેર વપરાશ માટે તળાવની આસપાસ વોકવેની રચના કરવામાં આવી છે જેથી નાગરિકો શાંતિથી ચાલવા અને ફરવા આવી શકે. આ ઉપરાંત, લોન અને બેસવાની વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે જેથી લોકો આરામથી કુટુંબ સાથે સમય વિતાવી શકે. તળાવ અને તેની આસપાસની સુરક્ષા માટે માર્ગો અને ચોગાન પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કારણે નાગરિકો રાત્રે પણ સુરક્ષિત અને નિર્ભયતાથી તળાવની મુલાકાત લઈ શકે છે. કોલવડા તળાવના પુનર્જીવન પ્રકલ્પ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાએ પર્યાવરણીય તંત્રનું સંવર્ધન અને નાગરિકો માટે આરામદાયક અને સ્વચ્છ સ્થળનું નિર્માણ કર્યું