બીઝેડ કૌભાંડમાં ભારતીય ક્રિકેટરોએ પણ રોકાણ કર્યુ… હાલ પોલીસનું તેડું

Spread the love

ગાંધીનગર

બીઝેડ કૌભાંડમાં અન્ય રોકાણકારોની સાથે ભારતીય ક્રિકેટરોએ પણ રોકાણ કર્યુ હોવાની વિગતો ભૂપેન્દ્રસિંહ ઝાલાની પુછપરછમાં પ્રકાશમાં આવી છે તેવો ખુલાસો કર્યો કે ચાર ક્રિકેટરોએ રોકાણ કરેલા પૈસા પરત કર્યા નથી. સીઆઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર આઈપીએલ ટીમ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગિલે 1.95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. અન્ય ખેલાડીઓએ ઘણી ઓછી રકમનું રોકાણ કર્યુ હતું. અધિકારીઓએ કહ્યું છે કે, ખેલાડીઓને તેમની ઉપલબ્ધતાના આધારે પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ભારતીય ક્રિકેટરો શુભમન ગિલ, રાહુલ તેવટીયા, મોહિત શર્મા અને બી સાઈ સુદર્શનને રૂા.450 કરોડના ચિટ ફંડ કૌભાંડ મામલે સમન્ય પાઠવ્યા છે.

સીઆઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર આઈપીએલ ટીમ ગુરાત ટાઈટન્સના કેપ્ટન ગિલે 1.95 કરોડનું રોકાણ કર્યુ હતું. અન્ય ખેલાડીઓએ ઓછી રકમનું રોકાણ કર્યુ હતું. અધિકારીઓએ કહ્યું છે કે, ખેલાડીઓને તેમની ઉપલબ્ધતાના આધારે પુછપરછ માટે બોલાવવામાં આવશે. સીઆઈડીના અધિકારીઓએ રૂષિક મહેતાની ધરપકડ કરી હતી. જે ઝાલાના એકાઉન્ટસ સંભાળી રહ્યો હતો. સીઆઈડીએ બેંક વ્યવહારોની તપાસ કરવા માટે ટીમો તૈનાત કરી છે અને ઝાલા દ્વારા બનાવવામાં આવેલી એક બિનસતાવાર કાતાવહીની તપાસ માટે ટીમ તૈનાત કરી છે. હાલ બિનસતાવાર એકાઉન્ટ બુક જપ્ત કરવામાં આવી છે.

આ સંબંધમાં સોમવારથી વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. 450 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. કૌભાંડની રકમ સીઆઈડીની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝાલાએ 6000 કરોડ રૂપિયાની મોટી છેતરપીંડી કરી હતી. તપાસ આગળ વધતા જાણવા મળ્યું કે આ રકમ ઘટીને 450 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કૌભાંડની રકમ 450 કરોડથી વધુ હોવાની શકયતા છે. જો દરોડા ચાલુ રહેશે તો તેમાં વધારો થઈ શકે છે. ઝાલાએ એક અનૌપચારિક હિસાબ બુક જાળવ્યો હતો જે સીઆઈડી ક્રાઈમ યુનિટે જપ્ત કરી લીધો છે. તે ખાતામાં નોંધાયેલ વ્યવહારોની રકમ અંદાજે રૂા.52 કરોડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com