સલામ છે 108ના સેવાભાવી અને પ્રામાણિક કર્મચારીઓને : એમ્બ્યુલન્સમાં સેવારત ઇ.એમ.ટી. જીગર પ્રજાપતિ તથા સુરેશભાઈ પણદાએ આશરે આઠ લાખનો કીમતી સામાન પરિવારજનોને સોંપ્યો

Spread the love

 

એક લાખ રોકડા, ચાર-ચાર સોનાની બંગડી અને આઇફોન પણ તેમની નૈતિકતાને ડગાવી ન શક્યા!પરિવાર દ્વારા 108ના કર્મીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

અકસ્માતમાં અર્ધબેભાન વ્યક્તિને સુરક્ષિત દવાખાને પહોંચાડ્યા અને સાથે સાથે તેમની કીમતી વસ્તુઓને સંબંધીઓ સુધી સહીસલામત પહોંચાડી

અમદાવાદ

૧૦૮ના પવિત્ર અંક સાથે જોડાયેલી એમ્બ્યુલન્સ સેવા રાજ્યના જનજનમાં એવો વિશ્વાસ પ્રસ્થાપિત કરી ચૂકી છે કે આજે રાજ્યભરમાં ક્યાંય પણ આગ-અકસ્માત કે અન્ય દુર્ઘટના ઘટે ત્યારે લોકોના મનમાં સૌથી પહેલા ૧૦૮ જ યાદ આવે છે. આ સેવાના વાહકો ત્વરિત ઘટનાસ્થળે પહોંચે છે, તે જેટલું કાબિલેદાદ છે એટલી જ તેમની નિષ્ઠા અને પ્રામાણિકતા પણ પ્રશંસનીય છે. આ વાતને પુષ્ટિ આપતી એક વધુ ઘટના પ્રકાશમાં આવી છે.

ગત વર્ષના અંતિમ દિવસોમાં મણિપુર ઘુમા ગામ રોડ પર નિઘરાડ ગામના બસ સ્ટેન્ડની બાજુમાં અકસ્માતની ઘટના બની હતી. ઘુમા ગામના જિજ્ઞેશભાઈ પુરોહિતને મણિપુર-ઘુમા રોડ પર નિઘરાડ ગામના બસ સ્ટેન્ડ આગળ રીક્ષાચાલક સાથે એક્સિડન્ટ થતાં ઇજાગ્રસ્ત થઈને તેઓ અર્ધ બેભાન હાલતમાં પહોંચી ગયા હતા. સ્થાનિકોને આની જાણ થતાં તેમણે ૧૦૮ નંબર ડાયલ કરીને એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી. અને દર વખતની જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ મારતે ઘોડે ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર આપીને વધુ સારવાર માટે સાણંદની મોનિકૃપા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

અકસ્માત થવો, સ્થાનિકો દ્વારા ૧૦૮ ને જાણ કરવી, ૧૦૮ એમ્બ્યુલન્સનું ત્વરિત પહોંચવું… આ બધું તો થયું જ પરંતુ ખરી કહાની તો હવે શરૂ થાય છે… અકસ્માત સ્થળે ૧૦૮ પહોંચી ત્યારે જોયું કે, અકસ્માતમાં ઘવાયેલા અર્ધ બેભાન વ્યક્તિની પાસે રોકડા રૂપિયા – ૧ લાખ, ૪ સોનાની બંગડી, ૧ મોબાઈલ એ પણ આઇફોન એસ-૧૫ સહિતની કેટલીક કીમતી વસ્તુઓ પણ હતી.. એમ્બ્યુલન્સમાં સેવારત ઇ.એમ.ટી. જીગર પ્રજાપતિ તથા સુરેશભાઈ પણદાએ પળનોય વિલંબ કર્યા વિના ઘવાયેલ વ્યક્તિના પરિવારને આ બધી વસ્તુઓ સાચવીને પરત કરી… આજે રૂપિયા માટે ભાઈ ભાઈનું માથુ વાઢતાં વિચાર નથી કરતો ત્યારે આશરે રૂપિયા ૮ લાખનો મુદ્દામાલ પરિવારને પરત કર્યો. એક લાખ રોકડા, ચાર-ચાર સોનાની બંગડી અને આઇફોન પણ તેમની નૈતિકતાને ડગાવી ન શક્યા!

એમ્બ્યુલન્સમાં સેવારત ઇ.એમ.ટી. જીગર પ્રજાપતિ તથા સુરેશભાઈ પણદાએ પળનોય વિલંબ કર્યા વિના આશરે આઠ લાખનો કીમતી સામાન પરિવારજનોને સોંપ્યો. અકસ્માતમાં અર્ધબેભાન વ્યક્તિને સુરક્ષિત દવાખાને પહોંચાડ્યા અને સાથે સાથે તેમની કીમતી વસ્તુઓને સંબંધીઓ સુધી સહીસલામત પહોંચાડનાર 108ના કર્મીઓને સો સો સલામ કરવાનું મન થાય.

આ સરહાયનીય કામગીરી બદલ પરિવાર દ્વારા 108ના કર્મીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com