ગુજરાત પોલીસનું ઇશ્યૂ કરેલુ તેમજ ડેપ્યુટી મામલતદારનું,પોલીસના બે તેમજ રેવન્યુ વિભાગનું આઇકાર્ડ નકલી મળી આવ્યા
અમદાવાદ
મણિનગર પોલીસે બાતમીના આધારે રાજકોટ પછી હવે અમદાવાદમાં પણ નકલી પોલીસ બનીને રોફ જમાવતા કિરીટ અમીન આરોપીની ધરપકડ કરી છે. કિરીટ અમીન ઘોડાસર માં આવેલ એમ્પાયર હાઇટ્સ ફ્લેટમાં રહેતો હતો.
બનાવની વિગત જોઇએ તો મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પેટ્રોલીંગમાં હતા આ દરમિયાન મણિનગર ઝઘડીયા બ્રિજ નીચે બાતમી મળી હતી કે એક ઇસમ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી બનાવટી પોલીસનું આઇકાર્ડ બતાવી મણિનગર રેલવે સ્ટેશન પાસે ભવ્ય હોટલમાં રહે છે અને આજુબાજુના વિસ્તારમાં પોલીસ તરીકેની ઓળખ આપી સામાન્ય જનતાને હેરાન કરી પૈસા પડાવે છે.આ બાતમીના આધારે શખ્સની પૂછપરછ કરતા તેની પાસેથી ગુજરાત પોલીસનું ઇશ્યૂ કરેલુ આઇકાર્ડ તેમજ ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ મળી આવ્યું હતું.શખ્સ ક્યા હોદ્દા પર છે તે અંગે કોઇ સંતોષકારક જવાબ ના મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શખ્સે પોતે પોલીસમાં કે રેવન્યુ વિભાગમાં કોઇપણ સરકારી ખાતામાં નોકરી કરતો નથી અને પોલીસના બે આઇકાર્ડ તેમજ રેવન્યુ વિભાગનું આઇકાર્ડ નકલી બનાવ્યું હતું અને આ કાર્ડનો ઉપયોગ કરી પોતે બહાર જાય ત્યારે ટોલટેક્સ ઉપર બતાવતો હતો તેમજ ભવ્ય હોટલમાં પણ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપતો હતો.કિરીટ પાસેથી એક ગુજરાત પોલીસનું આઇકાર્ડ મળ્યુ હતું, જેનો નંબર 438 હતો. આ કાર્ડ 2022ના રોજ ઇસ્યુ થયાનું લખ્યુ હતું. જે તારીખ 1-1-19ના રોજ ઇસ્યુ થયુ હતું. કિરીટી પાસે મળી આવેલા બીજા આઇકાર્ડમાં તેની પોસ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની હતી. આઇકાર્ડમાં લગાવેલા ફોટોગ્રાફ્સ પર પોલીસનો સિક્સો પણ હતો અને તેમાં ઝોન 5ના તત્કાલીન ડીસીપી હીમકરસિંગની સહી પણ હતી.અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કિરીટ અમીન ધરપકડ કરી હતી. કિરીટ અમીને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું ખોટું આઈકાર્ડ બનાવી તેનો દુરુઉપયોગ કર્યો હતો. આ નકલી નાયબ મામલતદાર કિરીટ અમીને વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી 12 લાખની છેતરપિંડી કરી હતી. કિરીટ અમીને અમદાવાદ જિલ્લાના કેરાળા GIDCમાં 39 લાખની છેતરપિંડી પણ આચરી હતી.પોલીસે આ શખ્સની ધરપકડ કરીને 204,205,336 (2), 340 (2) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.