કેન્દ્ર સરકારનો અહેવાલ ચોકાવનારો અને ગુજરાત માટે ચિંતાજનક,ગુજરાતમાં ૨૪૬૨ શાળાઓ માત્ર એક જ શિક્ષકથી કાર્યરત : કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Spread the love

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

કેન્દ્રના રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં શિક્ષણનું સૌથી વધુ કથળેલું સ્તર મધ્યપ્રદેશમાં અને ગુજરાતનો ક્રમ ૧૬મો : શિક્ષણમાં મોટા મોટા વચનો અને વાયદા કરતી ભાજપ સરકાર ક્યારે જાગશે?

અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિશે માત્ર મોટી-મોટી વાતો કરવામાં આવે છે બીજીબાજુ, પ્રગતિશીલ ગુજરાતમાં ૨૪૬૨ શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી કાર્યરત છે ત્યારે સતત કથળતી શિક્ષણ વ્યવસ્થા માટે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિરીતિ અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાના આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૪૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ૪૦,૦૦૦ કરતા વધુ ઓરડાઓની ઘટ છે. ૧૫ વર્ષ કરતા વધુ સમયથી શારિરીક શિક્ષણ, સંગીત, કલા, ચિત્રના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી, ૧૫ વર્ષ કરતા વધુ સમયથી લાઈબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા પાંચ વર્ષમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યામાં સતત વધારો એટલે કે, પહેલા ૭૦૦ શાળા હતી ત્યારબાદ ૯૦૦ શાળા ત્યારબાદ ૧૧૦૦ શાળા અને તે પછી ૧૬૦૦ શાળાઓ અને હવે ૨૪૬૨ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે તે કેન્દ્ર સરકારનો અહેવાલ ચોકાવનારો અને ગુજરાત માટે ચિંતાજનક છે. શિક્ષક વગર કેમ ચાલતી હશે શાળા? શિક્ષક વગર કોણ ભણાવતું હશે? શિક્ષક વગર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? શિક્ષક વગર શાળા ચાલે ખરાં? ગુજરાતની ૨૪૬૨ શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે તેમાં હાલ ૮૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્રના રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં શિક્ષણનું સૌથી વધુ કથળેલું સ્તર મધ્યપ્રદેશમાં છે. ગુજરાતનો ક્રમ ૧૬મો છે. હવે ગુજરાતમાં ૫૩ હજાર ૬૨૬ શાળાઓ છે, આ શાળાઓમાં ૧ કરોડ ૧૫ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાઓમાં કુલ ૩ લાખ ૯૪ હજાર શિક્ષકો છે, જેમાં ૨.૨૧ લાખ એટલે કે ૫૬ ટકા મહિલા શિક્ષકો છે. એક ખાનગી કંપનીના ડેટા પ્રમાણે ગુજરાતના શહેરી વિસ્તારોમાં ફરજ બજાવતા ૭૦ ટકા શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવતા નથી.

ખરેખર તો ના જ ચાલે. પણ આપણા ગુજરાતમાં ચાલે છે. અને તે પણ એક-બે કે ત્રણ નહીં પણ ૨ હજારથી વધુ એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની મોટી અછત છે. એવી અછત કે માત્ર એક જ શિક્ષકના સહારે આખી શાળા ચાલે છે. તમામ ધોરણના વિદ્યાર્થીઓને એક શિક્ષક ભણાવે છે. તમે સમજી શકો કે એક ગુરુ બધા વિષયમાં નિપૂણ હોય તેવું તો બનવાનું નથી. તમામ ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડીને ભણાવવાથી વિદ્યાર્થીઓ સારી રીતે ભણી તો શકવાના નથી. છતાં પણ આપણા પ્રગતિશીલ ગુજરાતમાં આ બધુ જ ચાલી રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણના આંકડા જાણતાં ચોંકી ઉઠશો. રાજ્યની ૨ હજાર ૪૬૨ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. એટલે કે આ બધી જ શાળાઓ એક શિક્ષકના સહારે ચાલે છે. આ આંકડો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો છે. આવી શાળાઓમાં શું શિક્ષણ મળતું હશે ? એકતરફ શિક્ષકોની મોટા પાયે ઘટ અને બીજી તરફ હજારોની સંખ્યામાં સરકારી શાળાઓને તાળા મારવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાએ ગુજરાત સરકારની શિક્ષણમાં મોટી પોલ ખોલી નાંખી છે. કેન્દ્ર સરકારે જે આંકડા આપ્યા છે તે મુજબ દેશમાં એક શિક્ષકવાળી ૧ લાખ ૧૧ હજાર શાળા છે, ગુજરાતની ૨૭૪ શાળામાં એક પણ વિદ્યાર્થી નથી, રાજ્યની ૨૭૪ શાળામાં વિદ્યાર્થી નથી પરંતુ ૩૮૨ શિક્ષક છે અને ૨૪૬૨ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. ગુજરાત સરકારના ૨૫:૧ના રેશિયા પ્રમાણે ૪ લાખ ૫૯ હજાર શિક્ષક હોવા જોઈએ પરંતુ માત્ર ૩ લાખ ૯૪ હજાર શિક્ષકો જ છે, એટલે કે ૬૫ હજાર ૮૧૪ શિક્ષકની ઘટ છે. ગુજરાતમાં હાલ ૨૯ વિદ્યાર્થીએ એક શિક્ષક છે. શિક્ષણમાં મોટા મોટા વચનો અને વાયદા કરતી ભાજપ સરકાર ક્યારે જાગશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com