શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ૫૦૦ પેટ ઓનર્સે અલગ અલગ જાતિના કુલ 581 પેટ ડોગ્સની ઓનલાઇન નોંધણી કરાવી

Spread the love

 

સૌથી ઓછી સેન્ટ્રલ ઝોનના શાહીબાગ, અસારવા, દૂધેશ્વરમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ, પોમેરેનિયનની 19 પેટ ઓનર્સે કુલ 20 પેટ ડોગ્સની જ્યારે સૌથી વધુ વેસ્ટ ઝોન ના નવીરાણીપ, સોલા, મેમનગર, વાસણા, ઉસ્માનપુરામાંથી જર્મન શેફર્ડ, લેબ્રાડોર, સાયબેરીયન હસ્કી ની 123 પેટ ઓનર્સે કુલ 135 પેટ ડોગ્સની ઓનલાઈન નોંધણી

અમદાવાદ

અમદાવાદ શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ) તથા પેટ ઓનર્સની નોંધણીની કામગીરી પ્રથમ જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવી છે.નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નિર્દેશનો, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની વખતોવખતની ગાઈડ લાઈન, ધી ક્રુઆલ્ટી ટુ એનીમલ એકટ-૧૯૬૦, ભારત સરકારશ્રીના “Ministry of Fisheries, Animal Husbandry and Dairying, New Delhi” દ્વારા પ્રસિધ્ધ થયેલ એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ-૨૦૨૩ તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), “Rabies free Ahmedabad city-૨૦૩૦” માટેની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ) ની નોંધણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ https://ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂા. ૨૦૦ ની ચુકવણી કરી ફરજીયાત નોંધણી કરાવવાની પ્રક્રિયા તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં શરૂ કરાયેલ છે.

શહેરમાં સાત ઝોનમાંથી ૫૦૦ પેટ ઓનર્સે અલગ અલગ જાતિના કુલ 581 પેટ ડોગ્સની આ ચાર દિવસમાં ઓનલાઇન નોંધણી કરાવી છે. જેમાં સૌથી ઓછી સેન્ટ્રલ ઝોનના શાહીબાગ, અસારવા, દૂધેશ્વરમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ, પોમેરેનિયનની 19 પેટ ઓનર્સે કુલ 20 પેટ ડોગ્સની જ્યારે સૌથી વધુ વેસ્ટ ઝોન ના નવીરાણીપ, સોલા, મેમનગર, વાસણા, ઉસ્માનપુરામાંથી જર્મન શેફર્ડ, લેબ્રાડોર, સાયબેરીયન હસ્કી ની 123 પેટ ઓનર્સે કુલ 135 પેટ ડોગ્સની ઓનલાઈન નોંધણી કરાવી છે. સાઉથ ઝોનના ઈશનપુર, વટવા, ઘોડાસર, લાંભા, સી.ટી.એમમાંથી પગ, લેબ્રાડોર, ડોબરમેન, લેબ્રાડોરની 48 પેટ ઓનર્સે કુલ 65 પેટ ડોગ્સની સેકન્ડ હાઈએસ્ટ ઓનલાઇન નોંધણી કરાવી છે. પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, હાથીજણમાંથી પોમેરેનિયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રીટ્રીવરની ૮૯ પેટ ઓનર્સે કુલ 91, ઉત્તરના કોતરપુર, હાંપુરા, નાના ચિલોડા, હાંસોલમાંથી શિહ ત્ઝુ, લેબ્રાડોર, જર્મન શેફર્ડની 30 પેટ ઓનરે 40 પેટ ડોગ, ઉત્તર પશ્ચિમ ઝોનના બોપલ, ગોતા, હેબતપુર, ગુરુદ્વારા, શિલજગામમાંથી પોમેરેનિયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રીટ્રીવરની 122 પેટ ઓનર્સે 133 પેટ ડોગ્સ,અને દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર, સરખેજ, પ્રહલાદનગર ગાર્ડન, મકરબામાંથી શિહ ત્ઝુ, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેનની 78 પેટ ઓનર્સે 97 પેટ ડોગ્સની ઓનલાઈન નોંધણી કરાવી છે.

પેટ ડોગ ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાણો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઇટ https://ahmedabadcity.gov.in પર જવાનું રહેશે.જેમાં important links માં ક્લિક કરતાંની સાથે અજદારનું નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો નાખવાની રહેશે જેથી તરત ઓટીપી માંગવામાં આવશે.જેમાં ઓટીપી નાખતાની સાથે જ એક લિંક ખુલશે.જેમાં પેટ ડોગના રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.

પેટ ડોગના માલિકના નામ મોબાઈલ નંબર, રહેઠાણ, કૂતરાની જાત તેનો પ્રકાર અને તેની ઉંમર સહિતની વિગતો ભરવાની રહેશે.જે વિગતો ભર્યા બાદ પેટ ડોગના માલિકે પોતાના ઓળખના પુરાવા પણ જોડવાના રહેશે.

પેટ ડોગ નોંધણી ફી વિશે જાણો

ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાળતુ શ્વાન નોંધણી ફી રૂપિયા 200 ચૂકવવાના રહેશે. જેમાં pay પર ક્લિક કરી ફી ચૂકવી શકાશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

90 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પેટ ડોગનું રજીસ્ટ્રેશન આજે 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસ સુધીમાં કરાવવાનું રહેશે.

પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવા જરૂરી પુરાવા

અરજદારનું આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ

અરજદારનું ટેક્સ બિલ

અરજદારનું લાઈટ બિલ

અરજદારનો ફોટોગ્રાફસ

પેટ ડોગનો ફોટોગ્રાફ્સ

પેટ ડોગ રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ

તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૦૪/૦૧/૨૦૨૫ એમ છેલ્લા ચાર દિવસમાં શહેરના વિવિધ ઝોન, વિસ્તારોમાં પેટ ઓનર્સ દ્વારા વિવિધ પ્રકારના પેટ ડોગ્સની ઓનલાઈન નોંધણી થયાની ટૂંકી વિગતો નીચે મુજબ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com