રોડ અકસ્માતમાં ઘાયલ થયેલાની કેશલેસ ટ્રિટમેન્ટ થશે : નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી

Spread the love

રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે તેવી સરકાર વ્યવસ્થા કરી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે આ યોજના હવે દેશભરમાં લાગૂ થશે. જાણો વધુ વિગતો. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર માર્ચ મહિના સુધી રોડ દુર્ઘટનાના પીડિતો માટે ‘કેશલેસ ટ્રિટમેન્ટ’ યોજના લાવવાની તૈયારી રહી છે. આ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. આ યોજના દેશભરમાં લાગૂ થશે અને રસ્તા પર કોઈ પણ પ્રકારની દુર્ઘટના માટે માન્ય રહેશે.  આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ, પોલીસ, હોસ્પિટલ અને રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓના સહયોગથી લાગૂ થશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ઈ-વિસ્તૃત દુર્ઘટના રિપોર્ટ એપ્લિકેશનને એનએચએની લેવડદેવડ પ્રબંધન પ્રણાલી સાથે જોડવામાં આવશે. આ આઈટી પ્લેટફોર્મ દ્વારા સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. ગડકરીએ જણાવ્યું કે આ યોજનાની શરૂઆત માર્ચ 2024માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચંડીગઢથી થઈ હતી. ત્યારબાદ તેને છ અન્ય રાજ્યોમાં પણ લાગૂ કરાઈ. પાયલોટ પ્રોજેક્ટનો હેતુ રોડ દુર્ઘટનાઓના પીડિતોને સમયસર તબીબી સારવાર આપવાનો હતો જેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા. ગડકરીએ રોડ દુર્ઘટનાઓની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ડ્રાઈવરોનો થાક પણ એક મોટું કારણ છે. સરકાર કોમર્શિયલ ચાલકો માટે કામના કલાકો નક્કી કરવા માટે શ્રમ કાયદાઓનો અભ્યાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે દેશમાં લગભગ 22 લાખ ચાલકોની કમી છે. જેને દૂર કરવા માટે વિશેષ તાલિમ સંસ્થાન બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com