આરોપી કાર્તિક પટેલ
અમદાવાદ
ગઇ તા:-૧૧/૧૧/૨૦૨૪ ના રોજ ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં બનેલ બનાવ સંદર્ભે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ત્રણ ગુનાની તપાસ તા:- ૧૮/૧૧/૨૦૨૪ ના રોજ ક્રાઈમ બ્રાંચ, અમદાવાદને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાચના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ ચાલી રહેલ છે. આ ગુન્હાની તપાસ દરમ્યાન અગાઉ કુલ-૦૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.આ ગુન્હામાં ધરપકડ ટાળવા નાસતા ફરતા કાર્તિક સ/ઓ જશુભાઈ મણીભાઇ પટેલ ઉવ.૬૦ વ્યવસાય:- વેપાર રહે:- મ.નં. ૪, અભીશ્રી રેસીડેન્સી, વિભાગ-૨, આંબલી-બોપલ રોડ, આંબલી, અમદાવાદની ધરપકડ કરવામાં આવેલ છે.
આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન મળેલ વિગતો:
• કાર્તિક પટેલે સને-૧૯૮૫ માં પોતાના ઘરેથી વિડિયો કેસેટ લાયબ્રેરી બનાવી વિડિયિ કેસેટ ભાડે આપવાના વ્યવસાયથી પોતાની કારકીર્દી ચાલુ કરેલ.
• સને-૧૯૮૭ થી કન્ટ્રકશન વ્યવસાય ચાલુ કરેલ. પ્રથમ વસ્ત્રાપુર ખાતે શુભ-લક્ષ્મી ટેનામેન્ટથી શરૂઆત કરી અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વિશ્વકેતુ, વિભાગ-૧ અને ૨, વિશ્વસેતુ, ગ્રીનેશ્યા, શુભ કામના, વિશ્વાસ, ગ્રીન ઔરા, ગ્રીન એરા વિગેરે નામથી રેસીડન્ટ તથા કોર્મશીયલ સ્કીમો બનાવેલ.
• આ સિવાય શાહીબાગ કેન્ટોન્મેન્ટમાં ફિરદોષ અમ્રુત સ્કુલ, નાંદોલીમાં ખ્યાતિ વર્લ્ડ સ્કુલ, પલોડીયામાં ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી નર્સીંગ, ફિઝયોથેરાથી, ફાર્મસી, BBA, BCA, માસ્ટર ઓફ વેલ્યુએશનના અભ્યાસ માટે કોલેજની શરૂઆત કરેલ.
• તેઓને કોરાના થયેલ તે વખતે કોઇ હોસ્પીટલમાં એડમીટ થવા જગ્યા ન મળતા તેઓને હોસ્પીટલ બનાવવાનુ નક્કી કરેલ.
• આરોપી કાર્તિક પટેલ સને-૨૦૨૧ માં એશીયન બેરીયાટીક એન્ડ કોસ્મેટીક હોસ્પીટલમાં ભાગીદાર તરીકે જોડાયેલ.કાર્તિક પટેલ હોસ્પીટલના ચેરમેન છે. હોસ્પીટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની એકલાની સહી થી જ થતા હતા.
• કાર્તિક પટેલ હોસ્પીટલના ડાયરેકટર્સ તથા મેનેજમેન્ટ સાથે તેમની ONE42 આંબલી બોપલ રોડ ખાતેની ઓફીસે તથા હોસ્પીટલ ખાતે મીટીંગો લેતો હતો.
• કાર્તિક પટેલ તેમની બીજી ફર્મમાથી ખ્યાતિ હોસ્પીટલમાં અન-સિક્યોર્ડ લોન આપી હોસ્પીટલમાં પોતાનુ રોકાણ વધારતો હતો.
• નરોડા ગેલેકસી ચાર રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા નિર્માણ થઇ રહેલ નવા બિલ્ડીંગમાં નવી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ બનાવવાનો પ્લાન હતો. જે બિલ્ડીંગ ભાડા પેટે મેળવવા બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરાર કરવામાં આવેલ હતો. પરંતુ બિલ્ડીંગનુ કામ પૂર્ણ થયેલ ન હોય તેમજ B.U. પરમીશન આવેલ ન હોવાથી કોઇ લીગલ ડોક્યુમેન્ટની કાર્યવાહી હાથ ધરેલ ન હતી.
• ગઈ તા:-૦૩/૧૧/૨૦૨૪ ના રોજ તેમની પત્ની સાથે ઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડના દિન-૧૫ ના પ્રવાસે નિકળેલ.
• તા:-૦૩/૧૧/૨૦૨૪ ના રોજ અમદાવાદ એરપોર્ટથી સિંગાપુર એરલાઇન્સમાં બેસી વાયા સિંગાપુર થી ઓસ્ટ્રેલીયા સીડની ખાતે ગયેલ. ત્યા સાત દિવસ સુધી ઓસ્ટ્રેલીયાના અલગ-અલગ શહેર સીડની, મેલબોર્ન, તથા બીજા શહેરમાં રહેલ.
• તા:- ૧૧/૧૧/૨૦૨૪ ના રોજ ન્યુઝીલેન્ડ પહોચેલ જ્યા જવા માટે નીકળેલ અને ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટસર્ચ માં તા:- ૧૮/૧૧/૨૦૨૪ સુધી રોકાયેલ.
• ન્યુઝીલેન્ડમાંથી દુબઇના વિઝા માટે ઓનલાઇન અરજી કરી ત્રણ માસના દુબઇના વિઝીટર વિઝા મેળવી તા:- ૧૮/૧૧/૨૦૨૪ ના રોજ ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટસર્ચથી દુબઈ, ખાતે ગયેલ. દુબઈ, કરામા ખાતે રહેલ.
• દુબઇ થી તા:-૧૭/૦૧/૨૦૨૫ ના રોજ રાત્રીના અમદાવાદની ફલાઇટમાં બેસી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલ.