આરોપી કમલજીત ઇશ્વરલાલ જીવરાજભાઈ લખતરીયા
ડો. કમલજીતે પોતાના અને સગાના બેંક એકાઉન્ટમાં રૂ.૧,૧૫,૧૫,૦૫૩ મેળવી લઇ તેમજ કોર્સ ચલાવવા નોલેજ પાર્ટનરો સાથે કરેલ એમ.ઓ.યુ મુજબ ૩૦% યુનિવર્સિટીને રકમ ન આપી
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સીસ (એનીમેશન) વિભાગમાં કો-ઓડીનેટર તરીકે ફરજ બજાવતા ડો.કમલજીત આઇ.લખતરીયા હોદ્દો એસોસીએટ પ્રોફેસર રહેવાસી- ૪૦૪,એન્જલ ડીવાઇન એપાર્ટમેન્ટ, સંત કબીર સ્કુલની સામે, એચ.એલ.કોલેજ પાછળ, નવરંગપુરા અમદાવાદ દ્વારા તેઓની ફરજ દરમ્યાન સને-૨૦૨૧ થી ૨૦૨૩ સુધીમાં એનીમેશન વિભાગના કોટક મહેન્દ્રા બેંન્ક કલોલ શાખાના બેન્ક એકાઉન્ટોમાંથી પોતાના તથા તેમના સબંધીઓના બેન્ક એકાઉન્ટમાં રૂ.૧,૧૫,૧૫,૦૫૩ મેળવી લઇ તેમજ કોર્સ ચલાવવા નોલેજ પાર્ટનરો સાથે કરેલ એમ.ઓ.યુ મુજબ ૩૦% યુનિવર્સિટીને આપવાના થતા રૂ.૪,૦૯,૮૪,૬૯૫ નહી આપી ગુજરાત યુનિવર્સિટીને આર્થીક નુકશાન પહોચાડી વિશ્વાઘાત કરી નાણાની ઉચાપત કરેલ હોવા બાબતની ફરીયાદ ડો.અજય સ/ઓ અરૂણ દાસ ઉ.વ.૪૧ રહેવાસી- મ.નં.૯૦૨, નવમો માળ, યુનિવર્સિટી પ્રોફેસર ક્વાર્ટ્સ, પારસ બિલ્ડીંગ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, નવરંગપુરા અમદાવાદની ફરીયાદ આધારે અત્રેના ડી.સી.બી. પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૫૦૦૧૬/૨૫ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯ મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ છે.
આ ગુનાના કામે આરોપી કમલજીત ઇશ્વરલાલ જીવરાજભાઈ લખતરીયા ઉ.વ.૪૨ રહેવાસી ૪૦૪,એન્જલ ડીવાઈન એપાર્ટમેન્ટ, સંત કબીર સ્કુલની સામે, એચ.એલ. કોલેજ પાછળ, નવરંગપુરા અમદાવાદ મુળ વતન ત્રિપદા બાલકુંજ હોબી સેન્ટરની બાજુમાં એરપોર્ટ રોડ રાજકોટ ની ધરપકડ કરવામા આવેલ.ગુનાની તપાસ દરમ્યાન જણાઇ આવેલ કે, આરોપીએ ગુજરાત યુનિવર્સિટીના નોલેઝ પાર્ટનરને આપવાના થતા નાણા કરતા રૂ.૫૮,૧૪,૬૨૧/- વધુ ચુકવેલ છે. તેમજ ગુજરાત યુનિવર્સિટી એનીમેશન વિભાગના બેન્ક એકાઉન્ટમાંથી પોતાના તથા તેમના સબંધીઓના બેન્ક એકાઉન્ટમાં રૂ.૧,૧૫,૧૫,૦૫૩/- મેળવી લીધેલ. તેમજ એમ.ઓ.યુ. મુજબ ગુજરાત યુનિવર્સિટીને આપવાના થતા ૩૦% લેખે રૂ.૪,૦૯,૮૪,૬૯૫/- આપેલ ન હોવાનુ જણાઇ આવેલ છે. તેમજ વેપારીઓ(વેન્ડરો)ના ખાતામા ૧,૬૪,૬૯,૯૫૦/- ટ્રાન્સફર કરેલ છે. જેના કોઇ બીલ રજુ કરેલ નથી આ કામે આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરતા તા-૨૨/૦૧/૨૦૨૫ સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની વધુ તપાસ તજવીજ ચાલુમાં છે.