રાજ્યના અમદાવાદ સહિતના નાના-મોટા શહેરોમાં ઘણા સમયથી મોટાભાગના યુવકો પોતાના બુલેટનો મોડીફાઇ કરી પંજાબ બનાવટનું સાઇલેન્સર કે જેમાં ફિલ્ટર જાળી કાઢી નાખેલ હોય તેમાં સાયલેન્સર કોઠીમાં વેલ્ડીંગ કરીને કટ કરી દેવાથી ફાયરિંગનો અવાજ ખૂબ જ કર્કસ તેમજ કાન ફાડી નાખે તેવો થતો હોય છે તેવા સાઇલેન્સર પોતાની બુલેટ માં નાખીને નોઈસ પોલ્યુશન છડેચોક કરતા હોય છે તેમાં બુલેટ ના સાઇલેન્સર નો ઘોઘાંટ પસાર થતાં એક કિલોમીટરની રેન્જમાં થતો હોય છે આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા વાહન વ્યવહાર મંત્રી ને ફરિયાદ કરવામાં આવતાં મંત્રીશ્રી આ બાબતે પત્ર લખી ગૃહરાજ્ય મંત્રી ને કડક કાર્યવાહી કરવા જણાવતાં તંત્ર હરકતમાં આવેલ હતું પરંતુ આ કાર્યવાહી ફક્ત દંડ પૂરતી જ મર્યાદિત થઇ હતી માલદાર નબીરા માટે એક હજાર દંડ મામૂલી હોય દંડ ભરીને છુટકારો મેળવી ફરી પાછા સ્થિતિમાં આવી ગયા હોય તેવો scenario શહેરમાં જોવામાં આવી રહ્યું છે
આ બાબતે દેશના દક્ષિણના રાજ્યમાં એક શહેરમાં પોલીસે આવા બુલેટ ચાલકોના સાઇલેન્સર તેમ જ ભારે અવાજ કરતા હોર્ન વગેરે કરી તેની ઉપર ભારે રોલર ફેરવી દેવાયું હતું આથી આપણા રાજ્યમાં પણ દંડકીય કાર્યવાહી સાથોસાથ આવા કર્કસ તેમજ જ પોલ્યુશન ફેલાવતા બુલેટ ના સાયલેન્સર જપ્ત કરી તેના પર રોલર ફેરવી દેવા જોઈએ. જેથી આવા લોકો વિકૃત આનંદ મેળવતા તત્વો કાબુમાં આવે.
રાજ્યનું આરટીઓ વિભાગ પણ ભરનિદ્રામાં છે તંત્રના કર્મચારીઓ ખિસ્સા ભરવામાં જ સક્રિય હોય છે. નવું બુલેટ ના પાર્સિંગ માં એજન્ટ થ્રુ રોકડી કરી બારોબાર પાર્સિંગ કરી દેતા હોય છે. ત્યારબાદ બુલેટ ગ્રાહક થોડા દિવસ બાદ ફરી મોડીફાઈ કરી સાયલેન્સર દ્વારા પોતાનો રુઆબ છાંટવા નીકળી પડતો હોય છે હોસ્પિટલ શાળા-કોલેજો જેવા સ્થળો પાસે હોર્ન મારવાની મનાઈ હોવા છતાં પણ છડેચોક પ્રતિબંધની મજાક ઉડાવતી બહાદુરી પ્રસ્તુત કરતા હોય છે જેથી હવે આવા ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની મોટી જરૂરિયાત ઊભી થવા પામી છે આવા બે ટકાથી પાંચ ટકા જેટલા વિકૃત માનસિકતા ધરાવતા તત્વોથી 95 થી 98 ટકા શહેરીજનો – બાળકો – વૃદ્ધો પરેશાની ભોગવી રહ્યા છે તેનો ઉપાય કરવો અત્યંત જરૂરી છે.