ભાજપનું સેટીંગ ડોટ કોમ ના ચાલ્યું દિપકને કોંગ્રેસમાંથી બુઝાવવા જતા પ્રજ્વલિત થયો
રાજ્યમાં અનેક સીટો અડધી સેન્ચ્યુરી જેટલી ભાજપની બિનહરીફ થઈ ગઈ છે ત્યારે જીજે 18 ખાતે પાશેરની બોણી કરવી હોય તેમ ભાજપે દાવ અજમાવતા આ દાવ ઊંધો પડ્યો હોવાની ચર્ચા
ગાંધીનગર
જીજે 18 ગાંધીનગર જિલ્લામાં હાલ જિલ્લા પંચાયતની તથા તાલુકા પંચાયતની ચુંટણીને લઈને ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ દ્વારા ઈટાદરા સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર દિપકકુમાર છનાભાઈ પટેલને ભાજપ દ્વારા પોતાની માણસા ખાતેની ઓફિસે બોલાવીને સેટીંગ ડોટ કોમ કરવા જતાં સેટીંગ થઈ શક્યું ન હતું ત્યારે માણસા ભાજપના આ નેતાઓ સામે પોતે સ્ટેટમેન્ટ આપીને વીડિયો વાયરલ કર્યો હતો અને પોતે જણાવેલ કે મને ઓફિસે બોલાવીને ખેસ પહેરાવી દીધો હતો અને ત્યારબાદ પોતે તુરંત જ પ્રેસ મીડિયામાં જાહેર કરેલ અને ચોંકાવનારા આક્ષેપ સાથે ભાજપના નેતાઓએ મને ખેસ પહેરાવ્યો હતો. પ્રાપ્ત સૂત્રો દ્વારા માહિતી અનુસાર જીજે 18 ની ઈટાદરા સીટની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણીને યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો મંગળવારે છેલ્લો દિવસ હોવાથી ભાજપના સ્થાનિક નેતાઓએ કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચુંટણી લડતા ઈટાદરા સીટના કોંગ્રેસના ઉમેદવાર દિપક પટેલને ઓફિસ લઈ ગયા હતાં અને પ્રલોભન આપ્યું હતું કે અને ખેસ પણ પહેરાવી દીધો હતો ત્યારે આ વીડિયો વાયરલ થતા અને ગ્રામજનોમાં ચર્ચ થતાં દિપક પટેલે પોતે સ્ટેટમેન્ટ આપયું હતું કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસનો જ ઉમેદવાર છું અને મેન્ડેટ મને કોંગ્રેસે આપ્યો છે જેથી તમામ મતદારો પોતે વીડિયોમાં મત આપવા અને પોતે કોંગ્રેસના જ ઉમેદવાર હોવાની ચોંકાવનારી હકીકત સાથે ભાજપ દ્વારા થયેલી ચર્ચા જણાવી હતી.