GCCI એન્યુઅલ ટ્રેડ એકસ્પો (GATE 2025)નું આયોજન આગામી 10-11-12 એપ્રિલ 2025ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી, અમદાવાદ ખાતે થઈ રહ્યું છે
વડોદરા
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI) ના સક્રિય સહયોગ સાથે તેઓના આગામી એકસ્પો “GATE 2025” માટે એક “રોડ શો” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત પ્રી-ઇવેન્ટ “રોડ શો” નો આશય GCCI એન્યુઅલ ટ્રેડ એકસ્પો (GATE 2025) કે જેનું આયોજન આગામી 10-11-12 એપ્રિલ, 2025 ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી, અમદાવાદ ખાતે થઈ રહેલ છે તે અંગે પ્રસ્તુતિ કરવાનો હતો. GATE 2025 માં 300+ પ્રદર્શન બૂથ અને 15000 + B2B મુલાકાતીઓ સાથે આર્થિક અને સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે નવીનતા, ટકાઉપણું અને સહયોગી પ્રયાસો પર ભાર મૂકવામાં આવશે.આ રોડ શોમાં વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને તમામ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોના મુખ્ય હિતધારકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. GCCI દ્વારા આયોજિત આ રોડ-શો એ તેઓના આગામી ઇવેન્ટ “GATE 2025” ના ઉદ્દેશ્યો તેમજ માનનીય પ્રધાનમંત્રીની “વિકસિત ભારત 2047” ની વિઝન અન્વયે જાગૃતિ ઉભી કરવાના “GATE 2025” ના મિશન અંગે લોકજાગૃતિ ઉભી કરવાની હતી.
રોડશોમાં GCCI અને VCCI ના અગ્રણી પ્રતિનિધિઓ દ્વારા GATE 2025 અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. તેઓએ GATE 2025 ના મહત્વ ને ધ્યાનમાં લઇ તે અંગે સહયોગ આપવા વ્યાપાર ઉદ્યોગ અગ્રણીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ઉદ્યોગ ક્ષેત્રે ઇનોવેશન તેમજ વ્યવસાયની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે GATE 25 નો એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ભાર મૂક્યો હતો. પ્રસ્તુત વક્તાઓમાં GCCI તરફથી શ્રી રાજેશ ગાંધી (સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ, GCCI), શ્રી અપૂર્વ શાહ (વાઈસ પ્રેસિડેન્ટ, GCCI), શ્રી ગૌરાંગ ભગત (માનદ સેક્રેટરી, GCCI) અને તુષાર પરીખ (GATE ના અધ્યક્ષ) સામેલ હતા. જયારે આ પ્રસંગે VCCI નું પ્રતિનિધિત્વ શ્રી અંકુર પટેલ, પ્રમુખ, શ્રી હિમાંશુ પટેલ, સીનીઅર ઉપપ્રમુખ, શ્રી નિપમ દેસાઈ, ઉપપ્રમુખ અને શ્રી જલેન્દુ પાઠક, માન. સચિવે કર્યું હતું. તેઓએ પોતાના વક્તવ્ય થકી GATE 2025 ની નેટવર્કિંગ, વિવિધ નવીન ઉત્પાદક પદ્ધતિઓનું પ્રદર્શન અને ક્રોસ-ઉદ્યોગ ભાગીદારી મજબૂત કરવા સહિત ટ્રેડ એકસ્પો દ્વારા પ્રસ્તુત તકોને પ્રકાશિત કરી હતી. પ્રસ્તુત રોડ શો એ વડોદરાના વેપારી સમુદાયને પ્રદર્શકો, પ્રાયોજકો અને મુલાકાતીઓ તરીકે વૃદ્ધિ અને વિકાસ માટે GATE 2025 નો લાભ લેવા માટે સક્રિય સહભાગિતા કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે, VCCI ના સીનીઅર ઉપપ્રમુખ હિમાંશુ પટેલે, GCCI તેમજ VCCI ના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં “VCCI ડિરેકટરી 2025” અંગે ઔપચારિક જાહેરાત કરી હતી, જે મધ્ય ગુજરાતમાં 2400 થી વધુ MSME/SME અને 27 એસોસિએશનના વિકાસને પ્રકાશિત કરતું એક વ્યાપક પ્રકાશન છે. આ નિર્દેશિકા VCCI ની લાંબા સમયથી ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સંસ્થાના વિઝન અને મિશન ને રેખાંકિત કરે છે, તેમજ VCCI કે જે વર્ષ 1969 થી સક્રિય છે અને સરકારશ્રીના તમામ સ્તરે વેપાર, વાણિજ્ય અને MSME ને સમર્થન આપવા પ્રયત્નશીલ છે, તેમજ વ્યવસાય વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે તે અંગે એક મૂલ્યવાન માહિતી પુરી પાડે છે. પ્રસ્તુત ડિરેકટરી હાર્ડ કોપી અને પેન-ડ્રાઈવ બંને ફોર્મેટમાં ઉપલબ્ધ છે તેમજ આ ડિરેકટરી GCCI અને VCCI દ્વારા એક સંયુક્ત પહેલ છે, જેનો હેતુ ગુજરાતની બિઝનેસ ઈકો સિસ્ટમ ને મજબૂત બનાવવાનો છે. વધુમાં, પ્રસ્તુત રોડ શો થકી “GATE 2025” ના અસંખ્ય ફાયદા દર્શાવવામાં આવ્યા હતા, જેમાં રિન્યુએબલ એનર્જી સહિતના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રીનટેક, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ અને આઈટી, ઓર્ગેનિક ફૂડ એન્ડ ફૂડ ટેક, ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ, MSME, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકો ના GATE 2025 થકી પ્રસ્તુતિ વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં અપ્રતિમ નેટવર્કિંગ તકો, નવીનતાઓ અને ઉદ્યોગ સહયોગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના વેપારી સમુદાયને ભાવિ વૃદ્ધિ અને વિકાસને આગળ વધારવા માટે પ્લેટફોર્મ સાથે સંપૂર્ણ રીતે જોડાવા વિનંતી કરવામાં આવી હતી.ગેટ 2025 “રોડ શો” એ વડોદરામાં વ્યવસાય વચ્ચે જોડાણ ને પ્રોત્સાહન આપતા આગામી “ટ્રેડ એકસ્પો” વિશે જાગૃતિ લાવવા માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે ભાગ ભજવ્યો હતો તેમજ GATE 2025 દ્વારા પ્રાપ્ત અનેકવિધ તકોને પ્રકાશિત કરી હતી જેમાં નેટવર્કિંગની સુવિધા, નવીન ઉકેલો નું પ્રદર્શન અને વિવિધ ઉદ્યોગોમાં ભાગીદારી બનાવવાનો સમાવેશ થાય છે. એકસ્પો ના વિકાસ માટેના વિસ્તૃત પ્લેટફોર્મનો લાભ લેવા માટે વ્યવસાયોને પ્રદર્શકો, પ્રાયોજકો અને મુલાકાતીઓ તરીકે સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રોડ શોએ GCCI ની પ્રગતિને આગળ વધારવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાને સફળતાપૂર્વક રેખાંકિત કરી હતી તેમજ GATE 2025 ની અનેકવિધ સંભાવનાઓ અને વિકસિત ભારત 2047 ના તેના મિશન પર ભાર મૂક્યો હતો.