મહારાષ્ટ્રના જંલગાંવ પુષ્પક એક્સપ્રેસમાં આગની આફવા ઉડી, 11 લોકોના મોત

Spread the love

ટ્રેનમાં આગ લાગવાની અફવા બાદ ઘણા મુસાફરો કૂદી પડ્યા અને બીજી બાજુથી આવતી કર્ણાટક એક્સપ્રેસની ટક્કરથી 11 મુસાફરોના મોત થયા

 

જલગાંવ

મહારાષ્ટ્રના જલગાંવમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. કર્ણાટક એક્સપ્રેસની અડફેટે કેટલાક મુસાફરો આવ્યા હતા. જેમાં 11 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત ભુસાવલ ડિવિઝનના રેલવે વિભાગમાં થયો હતો. મળતી માહિતી અનુસાર પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવા બાદ ઘણા મુસાફરો કૂદી પડ્યા અને બીજી બાજુથી આવતી કર્ણાટક એક્સપ્રેસની ટક્કરથી 11 મુસાફરોના મોત થયા છે. આ અકસ્માત લગભગ 5 વાગ્યાની આસપાસ થયો છે.  એક અધિકારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાને પગલે ચેન પુલિંગ થયું હતું, જેના પગલે ઘણા મુસાફરો કૂદી પડ્યા હતા અને અન્ય ટ્રેન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. બચાવ દળની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવા અને તેમાં સામેલ લોકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ અફવાહ ફાયર એલાર્મના સ્ત્રોતની પણ તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *