અમદાવાદ
કોર્પોરેશન દ્વારા ૩૦૦ કરોડના પ્લોટમાં કોર્પોરેશન દ્વારા વેજીટેબલ માર્કેટ પ્રહલાદ નગર ગાર્ડની પાછળ બનાવી દેવામાં આવ્યું છે. પરંતુ ત્યાં કોઈપણ જાતનો ધંધો રોજગાર નથી અને ભાડું ભરી શકાય તેવી પરિસ્થિતિ નથી અને ત્યાં કોઈપણ પ્રકારના ગ્રાહકો આવતા નથી.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જેની ઠુમ્મર બહેનો સાથે આંદોલન પર બેઠા હતા.જેશી હુમ્મરે જણાવ્યું કે જોધપુર ચાર રસ્તા પાસે સારો એવો ચાલતો ધંધો બંધ કરાવીને કરોડોના ખર્ચ કોમર્શિયલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશને માર્કેટ ઉભું કરીને આપ્યું. અને આ નાના માણસોને બે વર્ષ માટે ભાડે આપવાની વાત કરે છે. તેમાં ૧૧,૦૦૦ ડિપોઝિટ અને ૩૧૦૦ મહિનાનું ભાડું આપવું પડશે તેવી શરતો નક્કી કરાઈ છે. બે મહિના જેટલો સમય થયો છે ત્યારે રોજના ૭૦ ગ્રાહકો આવે છે. સામે ૨૦૦થી વધારે શાકભાજી વેચાણ કર્તાઓ છે. તમામ લોકોને પોતાના ખાવાના પૈસા પણ નથી નીકળતા, ત્યારે આવી પરિસ્થિતિમાં
ઘર ચલાવું અને ઉપરથી કોર્પોરેશનને ભાડું પણ આપવું તે શક્ય બની શકે તેમ નથી.
મહિલા પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભાનો છે અને ભાજપના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરનો છે. ચૂંટાયેલા ચાર કોર્પોરેટર પણ ભાજપના છે. કયારે છેલ્લા ૩૮ દિવસથી કોઈના પણ ધ્યાને આ વાત આવી નથી, ૩૮ દિવસથી અહીંયા કડકડતી ઠંડીમાં રોડ ઉપર બહેનો સૂઈ રહ્યા છે. હાલ દિલ્હીમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે ત્યાં આપ મફત ગેસ નો બાટલો મફત વીજળીની જાહેરાતો કરો છો. ત્યારે તમારા જ રાજ્યમાં તમારી બહેનો રોડ ઉપર સૂઈ રહી છે. તો આવો ભેદભાવ કેમ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અમદાવાદનો વિકાસ થવો જોઈએ. પણ ગરીબ લોકોના ભાગે ગરીબ લોકોની આર્થિક આજીવિકા સાથે ખીલવાડ કરીને થયેલો વિકાસ અમને નથી જોઈતો. ધારાસભ્યો અહીંથી ચૂંટાયા હોય તો તેમને એક રૂપિયા ભાડા પેટે જમીનો આપી દેવામાં આવે છે આમને પાંચ રૂપિયા ભાડા પેટે પણ અપાતી નથી, તો આવો ભેદભાવ શા માટે?