રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા GJ-18 મનપાના સહયોગથી ઉજવણી યોજાઈ
ગાંધીનગર
અયોધ્યાના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠની ઉજવણીના શુભ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જલસા સ્ટ્રીટ કાર્યક્રમ શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ધ-૪ ખાતે સાંજે ૭:૦૦ કલાકથી શરુ થયો હતો. આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરને લવેબલ તેમજ લિવેબલ બનાવવાના ગાંધીનગર મહાનગરપાલિકાના સંકલ્પનો મહત્વનો ભાગ હતો. આ કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક પ્રવેશ હતો. શહેરના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો સંદેશ આપવા નિષ્ણાંત ઝુમ્બા આર્ટિસ્ટ દ્વારા ઉપસ્થિત સૌને ઝુમ્બા કરાવ્યા હતા. આ ઉપરાંત ડાન્સ આર્ટિસ્ટ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગુજરાતની લોક સંસ્કૃતિનું પ્રતિક એવા ગરબાની પણ સુંદર કૃતિ રજૂકરવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત સૌ પણ સાથે ગરબા ગાઈ ગરબાનો આનંદ માણ્યો હતો. આ સાથે નાગરિકોને મંત્રમુગ્ધ કરી દે તેવા ગીતોના તાલે નાચવા મજબૂર કરાવી દીધા, આ સંપૂર્ણ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર હનુમાન ચાલીસા છે, ગાંધીનગરના રામસખા મંડળ દ્વારા સુંદર હનુમાન ચાલીસા દ્વારા વાતાવરણ ભક્તિમય તેમજ રામમય કરવામાં આવેલ. આ ઉપરાંત તેમના ારા સુંદર ભજનોની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, અંતમાં આ કાર્યક્રમમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી, આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરના નાગરિકોને તેમની રોજીંદી જીવનક્રિયામાંથી થોડોક સમય પોતાના માટે કાઢી શકેતે માટેનો હતો. આ કાર્યક્રમ દ્વારા નાગરિકો એકબીજા સાથે મળી ઉજવણી કરી એક સુખદ અનુભવ પ્રાપ્ત કરી શકે. તે ઉદેશથી યોજાયો હતો,
મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, પક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા, દંડક સેજલબેન, નગર સેવક પદમસિંહ શૈલાબેન ત્રિવૈદી, ચેરમેન અંજનાબેન સુરેશભાઈ મહેતા, ઉપસ્થિત રહ્યા હતા અને અંજનાબેન પોતે પર્યાવરણ કલ્ચરલ રિક્રીએશન ચેરમેન છે, ત્યારે પ્રથમ બોણી માં જલસાને જશ્નમાં ફેરવી દીધો હતો, યુવાધન મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું, ત્યારે રાત્રે ખાણીપીણી બજારો રોડ રસ્તા સુના હતા, કારણ કે GJ-18 ની આખી ભામ જલસા સ્ટ્રીટ ખાતે ઉભરાતા રોડ રસ્તા પર કયુ અને છૂટ્યા બાદ ટ્રાફિક જેવા માહોલ સર્જાયો હતો

