ગુજરાત ATSનું મેગા એક્શન, ખંભાતમાંથી 100 કરોડના ડ્રગ્સનું રો-મટિરિયલ જમ, સપ્લાય ચેન ખૂલી

Spread the love

ગાંધીનગર

યુવાધનને નશાનાં રવાડે ચઢી બરબાદ ન થાય તે માટે રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે તાજેતરમાં પણ ગુજરાતનાં અનેક સ્થળોએથી ડ્રગ્સ માફીયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત રોજ ગુજરાત એટીએસને ખંભાતમાં આવેલ એક દવા બનાવતી ફેક્ટરીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી ગુજરાત ATS ને મળતા ગુજરાત એટીએસ દ્વારા ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. ખંભાતમાં દવા બનાવતી ફેક્ટરીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી ગુજરાત એટીએસને મળતા એટીએસની ટીમ દ્વારા ફેકટરી પર દરોડો પાડી ફેક્ટરી માલિક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ફેક્ટરીમાં તપાસ હાથ ધરતા ફેક્ટરીમાંથી ઘેનની ગોળી બનાવવાનું રો.મટીરીયલની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા જ ઝડપી પાડતા ડ્રગ્સ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા. તેમજ આ ડ્રગ્સ સપ્લાયનાં તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે. ત્યારે ગુજરાત ATS એ ઉત્તર ભારતમાં પણ ડ્રગ્સ માફીયાઓને પડકવા તપાસ શરૂ કરી છે. અગાઉ ગુજરાત ATS એ દક્ષિણ ગુજરાતની ફેક્ટરીમાંથી ડ્રગ્સ ઝડપ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા ખંભાતમાં દવા બનાવતી ફેક્ટરીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે. તેમજ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાનો પર્દાફાશ થયો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા આ સમગ્ર મામલે વિદેશ બેઠેલા ડ્રગ્સ માફીયાઓ સામે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *