અમદાવાદ
તા. 03/01/2025ના રોજ કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે અધ્યક્ષ, પ્રાણી કુરતા નિવારણ સોસાયટી, અમદાવાદ કલેકટરશ્રી, અમદાવાદની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા પ્રાણી કૃરતા નિવારણ સોસાયટી (SPCA અમદાવાદ)ની વાર્ષિક સાધારણ સભા મળી હતી. અધ્યક્ષની અનુમતિથી બેઠકની એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપ-પ્રમુખશ્રી અને કારોબારીની નવીન રચના કરવી
સભ્ય સચિવ દ્વારા સામાન્ય સભામાં જણાવવામાં આવ્યું કે અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીના બંધારણ મુજબ દર ત્રણ વર્ષે ઉપ-પ્રમુખ અને કારોબારી સભાની નવિન રચના કરવાની થાય છે તો આ અંગે કાર્યવાહી કરી ઉપ-પ્રમુખ અને કારોબારીની નવિન રચના કરવી.
દિલિપભાઇ છબીલદાસ શાહની ઉપ-પ્રમુખ તરીકે સભામાં હાજર સભ્યોની સર્વાનુમતે અનુમતીથી વરણી કરવામાં આવી.કારોબારી સમિતીની રચના માટે પ્રફુલભાઈ મહેતા દ્વારા ગૌસેવાના કાર્યમાં ગ્રામ્ય વિસ્તારના જોડાયેલા લોકોને સામેલ કરવામાં આવે તે મુજબનુ સુચન કરવામાં આવ્યુ. અધ્યક્ષના સુચન અનુસાર ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમ બનેને પ્રતિનિધિત્વ મળે તે ધ્યાને રાખી ગ્રામ્ય વિસ્તારના સભ્ય અને અમદાવાદ શહેરમાં ઝોન વાઇઝ સભ્યને કારોબારી સભામાં સર્વ સંમતીથી ઉમેરવામાં આવ્યા અને તે મુજબ ૧૧ સભ્યોની કારોબારી સમિતીની રચના કરવામાં આવી. તેમજ સોસાયટીની કામગીરી વધુ સારી અને અસરકારક બને તે હેતુસર સર્વ સંમતીથી વિવિધ સમિતિની રચના કરવામાં આવી
કારોબારી સમિતિ:
1. શ્રી દિલીપભાઇ શાહ
2. શ્રી જશુભા ચુડાસમા
3. શ્રી પ્રવિણભાઇ શાહ
4. ડૉ. હરજીવનભાઇ કલ્યાણદાસ
5. શ્રી વિશાલભાઇ મહેતા
6. શ્રી કલ્પેશભાઇ ઝા
7. શ્રી પરેશભાઇ વેગડ
8. શ્રી કલ્પેશભાઇ ઓઝા
9. શ્રી નિમેષભાઈ મોદી
10. શ્રી ભરતભાઇ ઠક્કર
11.શ્રી ભાવિનભાઇ શાહ
12. શ્રી હસિતભાઇ જોષી
લીગલ કમિટી:
1. ચંદ્રેશભાઈ પટેલ
2. અસિતભાઇ જોષી
3. સમીરભાઇ બુંદેલ
ફંડ કમિટી:
1. સંજયભાઇ કોઠારી
2. ચતુરભાઇ પટેલ
3. મનુભાઇ ઠક્કર (જલારામ ગ્રુપ)
રેસ્ક્યુ કમિટી:
1. નિકુલભાઇ માલવણીયા
2. યશ પંડિત
3. ચૈતન્યભાઇ રાંભિયા
4. શાહ ભુપેંદ્રભાઇ
5. વિનોદભાઈ જાદવ
પ્રચાર-પ્રસાર કમિટી:
1. કપિલભાઈ ઠક્કર
2. અશ્વિનભાઇ કાંકડ
3. રૂષિકુમાર શાહ
4. કલ્પેશભાઇ ઓઝા
હિસાબ-ઓડિટ કમિટી:
1. કલ્પેશભાઇ ઝા
એનિમલ હેલ્પલાઇન કમિટી
1. ચૈતન્યભાઇ રાંભિયા
2. સંજયભાઈ કોઠારી
3. યશ પંડિત
સભ્ય સચિવ દ્વારા સોસાયટીના ગત વર્ષના તમામ હિસાબો વંચાણે લેવામાં આવ્યા જેને સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી. અમદાવાદ જિલ્લા પ્રાણી કુરતા નિવારણ સોસાયટીની કચેરી માટે અલગ જગ્યાની માંગણી કરવી.દિલિપભાઇ શાહ, ઉપ-પ્રમુખ દ્વારા સભાને જણાવવામાં આવ્યુ કે, વસ્ત્રાપુર, બહુમાળી ભવનમાં SPCA, અમદાવાદને ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવે તેની ટુંક સમયમાં SPCA, અમદાવાદને ઓફિસની ફાળવણી થશે એવી મૌખિક જાણકારી આપવામાં આવી. અમદાવાદ જિલ્લા પ્રાણી કુરતા નિવારણ સોસાયટી માટે GeM પોર્ટલ મારફતે આઉટસોર્સથી ડ્રાઇવર સહ ગાડી રાખવા માટે સર્વાનુમતે બહાલી આપવામાં આવી. અવસાન પામેલ સભ્યોને અને અન્ય નિષ્ક્રિય સભ્યોને સોસાયટીના સભ્યમાંથી દુર કરવા માટે ચર્ચા કરવામાં આવી. નિષ્ક્રિય સભ્યોની યાદી સભામાં હાજર સભ્યો દ્વારા બનાવીને આપવામાં આવે. આ કામગીરી કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવશે તે સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. સોસાયટીના નવીન સભ્ય બનાવવા માટેની સત્તા કારોબારી સમિતિને આપી અને આ અંગેની કામગીરી કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવશે તે સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. કારોબારી સભ્યોને I-CARD આપવા માટે કાર્યવાહી કરવી.
સામાન્ય સભામાં હાજર સભ્યોમાં ચર્ચા વિચારણાને અંતે I-CARD આપવા બાબતે કોઇ સર્વાનુમતિ ન બનતા અધ્યક્ષ દ્વારા આગામી કારોબારી મિટીંગમાં આ અંગે વધુ ચર્ચા વિચારણા કરી નક્કી કરવા માટે સુચના આપવામાં આવતા આ અંગેનો નિર્ણય કારોબારીની સભામાં કરવામાં આવશે તેવુ નક્કી કરવામાં આવ્યું. સભાના સભ્યો દ્વારા સર્વાનુમતે આગામી વર્ષ માટે આઉટસોર્સથી વેટરનરી ઓફિસરને રાખવા માટે સર્વાનુમતે બહાલી આપવામાં આવી.સભાના સભ્યો દ્વારા સર્વાનુમતે અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી માટે ચાલતી વેબસાઇટને અપડેટ કરવા તથા સુધારા કરવા માટે સર્વાનુમતે મંજુરી આપવામાં આવી .આ કામગીરી માટે Sea Wind Sol.Pvt Ltd, અમદાવાદ દ્વારા કરવા તથા આ અંગે થનાર તમામ ખર્ચને બહાલી આપવામાં આવી. નામદાર હાઇકોર્ટમાં થયેલ Writ Petition (PIL) 28/2024 સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે થયેલ પરિપત્રના ચુસ્ત અમલીકરણ તથા બહોળા પ્રચાર-પ્રસાર અર્થે કામ કરવા માટે તમામ સભ્યોને જાણ કરવામાં આવી.આ ઉપરાંત સભ્ય સચિવ દ્વારા કરુણા અભિયાનના હેતુ તથા આ અભિયાન માટે કરેલા આયોજનની જાણકારી આપી દર વર્ષે ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી યોજાતા કરુણા અભિયાનમાં SPCAના સભ્યો મદદરૂપ થાય તેમજ તેના પ્રચાર-પ્રસાર અર્થે કામગીરી થાય અને વધુમાં વધુ પશુ પક્ષીઓને બચાવી શકાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો.
સોસાયટીના કાયમી સભ્ય જશુભા દ્વારા અરજી કરવામાં આવી જે અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવી અને લેખિતમાં લગત કચેરીને જાણ કરવા માટે સુચના આપવામાં આવી. સભ્ય સચિવ દ્વારા પશુધન વીમા સહાય યોજનાની માહિતી સર્વે સભ્યોને આપવામાં આવી તથા મહત્તમ પશુપાલકો આ યોજનાનો લાભ મેળવે તે માટે કાર્યો કરવામાં આવે તેવા સુચનો કરવામાં આવ્યા.સભામાં હાજર સભ્યો દ્વારા રેલ્વે પાટા તેમજ અન્ય જગ્યા પર મળતા ઘાયલ વાંદરાઓ માટે સમયસર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વાન સમયસર પહોચી શકતી નથી તેવી રજુઆત કરવામાં આવી તેના જવાબમાં સભામાં હાજર ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ કે અમદાવાદ જિલ્લામાં ચાલતી વાનની સંખ્યા વધારવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે જેથી નજીકના સમયગાળામાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહેલ છે.
