ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યુ

Spread the love

ગાંધીનગર

76માં પ્રજાસત્તાક દિવસની આજે ગાંધીનગરમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે અહીં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા કલેકટર અને પોલીસ વડા પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તો બીજીબાજુ રાજ્ય સરકારના સીનિયર અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. મંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે 76માં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, તેમને ધ્વજવંદન કર્યું. બાદમાં ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યું હતુ. તેમજ મેદાનમાં મહિલા પોલીસ દ્વારા પણ ગ્રાઉન્ડ પર પરેડ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી. હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે સ્વર્ણિમ ભારતનું સ્વપ્ન સાકાર થયુ છે. પીએમના દૂરદેશી નેતૃત્વથી ભારતે દુનિયામાં ડંકો વગાડ્યો છે. પીએમનો વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે. અયોધ્યામાં નવા યુગની શરૂઆત થઇ ચૂકી છે. દેશમાંથી કલમ 370 દૂર થયા બાદ કશ્મીરે નવી વિકાસની ગાથા લખી છે. સાથે ડોગ સ્ક્વોડ તેમજ ઘોડેસવાર પોલીસે પરેડ યોજી છે. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ધ્વજવંદન કર્યા બાદ હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું છે કે દેશના 76 ગણતંત્ર દિવસના સૌને અભિનંદન. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર સહિતના અનેક લોકોએ દેશની આઝાદી માટે મહત્વનું યોગદાન આપ્યું છે. આજના દિવસને આપણા પૂર્વજો આપેલા બલિદાન યાદ કરવાનો દિવસ છે. દેશના રાજા અને મહારાજાએ પોતાના સર્વસ્વનું બલિદાન અખંડ ભારત માટે આપ્યું છે. ચોક્કસ રાજકીય નેતા દ્વારા સરદાર સાહેબને ભુલાવી દેવાનો પ્રયત્ન કર્યો છે. પણ દેશ તેમના બલિદાન ભૂલી શકે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે. સરદાર સાહેબ કામો આવનાર વર્ષો સુધી યાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *