આજે મહાકુંભઃ ૧ કરોડ ભક્તોએ સ્નાન કર્યું

Spread the love

 


બારીઓનાં કાચ તોડ્યા, મૌની અમાસ પહેલાં જબરદસ્ત ભીડ; શ્રદ્ધાળુઓએ ૧૦ કિમી ચાલીને પહોંચી રહ્યા છે


 

પ્રયાગરાજ

આજે મહાકુંભનો ૧૬મો દિવસ છે. સવારે ૧૧ વાગ્યા સુધી ૧ કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ ૧૬ કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. મૌની અમાવસ્યાના એક દિવસ પહેલા ભક્તોની ભારે ભીડને જોતા તમામ વિભાગના અધિકારીઓએ આખી રાત અનેક રાઉન્ડ બેઠકો યોજી હતી. ભીડને કેવી રીતે હેન્ડલ કરવી? સુરવામાં શું પડકાર છે અને તેનો ઉકેલ કેવી રીતે આવશે? આ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.આજે સવારે ફરી ADG ઝોન ભાનુ ભાસ્કર અને કમિશનરે તમામ વિભાગના અધિકારીઓની તાકીદની બેઠક બૉલાવી છે. કુંભ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેઠક ચાલી રહી છે. DM, CRPF, ITBP, પોલીસ, રેલવે વગેરે વિભાગોના અધિકારીઓ હાજર છે. હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કેમેરા દ્વારા મેળાના વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ફરએ પ્રયાગરાજના લોકોને કાર દ્વારા મેળા વિસ્તારમાં ન આવવાની અપીલ કરી છે. સમર્થ હોય તો પગપાળા આવજો, નહીતર બાઈક પર આવજો. આ સાથે દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને ટ્રાફિક જામનો સામનો કરવો નહીં પડે.

આજે સ્થિતિ એવી છે કે તમામ રસ્તાઓ અને શેરીઓ ભરાઈ ગઈ છે. સ્ટેશન કે બહારથી આવતા મુસાફરોને પાર્કિંગની જગ્યાથી લગભગ ૧૦-૧૨ કિમી ચાલીને જવું પડે છે. બુધવારે મોડી રાત્રે મધ્યપ્રદેશના છત્તરપુર અને હરપાલપુર રેલવે સ્ટેશન પર ઝાંસીથી પ્રયાગરાજ મહાકુંભ જઈ રહેલી ટ્રેન પર સ્થાનિક મુસાફરોએ હુમલો કર્યો હતો. આ ઘટના રાત્રે લગભગ ૧ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરો ટ્રેનનો દરવાજો ન ખોલવા પર ગુસ્સે થઈ ગયા હતા અને પથ્થરમારો અને તોડફોડ કરવા લાગ્યા હતા. ટેનમાં બેઠેલા કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ હતી. આ વીડિયો લાલ માર્ગનો છે. જે ભક્તો માટે નથી. પોલીસ અને પ્રશાસન સાથે જોડાયેલા લોકો જ આ રોડ પર બેરીકેટ્સ ઓળંગી શકે છે. અહીં પણ ભારે ભીડ પહોંચી હતી. પોલીસ બેરિકેટીંગ તોડી પાડવામાં આવ્યું હતું.મેળામાં સતત ધોષણા થાય છે કે વારાણસી અને જૌનપુરથી આવતા લોકોએ ઝુંસીના ઐરાવત ઘાટ પરરસ્નાન કરે. ભક્તોને સંગમમાં જતા રોકવામાં આવી રહ્યા છે. મિર્ઝાપુર, ચિત્રકૂટ અને રીવાથી આવતા ભક્તોએ સ્નાન કરીને પાછા અરેલ તરફ જતા રહે. અથૌપ્યા અને લખનૌથી આવતા લોકોને રસુલાબાદ, ફાફામઉ તરફ જ રોકાઈને સ્નાન કરવાની અપીલ કરવામાં આવી હી છે. અડધો સંગમ ઘાટ સીલ કરી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *