મુન્દ્રામાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ

Spread the love

આગ ફાટી નીકળતાં પિતા-પુત્રી ઉંઘમાં જ બળીને ભડથું થઈ ગયા, માતાની હાલત ગંભીર

કચ્છ

કચ્છના મુન્દ્રામાં એક રહેણાક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઇ ગયાં છે, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં ૪૧ વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની ૨ વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઇ ગયાં હતાં. જ્યારે માતા કવિતાબેન ૭૦ ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ લાગી હતી. રહેણાક મકાનમાં લાગેલા એસીના કમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંધી રહેલા એકજ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં પિતા-પુત્રીનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે ૩૦ વર્ષીય માતાને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મુન્દ્રા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગવાની ઘટના આજે(૨૮ જાન્યુઆરી) પરોઢે ૫ વાગ્યાના અરસામાં બની હતી. રહેણાક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત ખાનગી કંપનીના ફાયર ફાયટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ મકાન અંદર તપાસ કરતા પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં ૪૧ વર્ષીય રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની ૨ વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઈ ગયાં હતાં. જેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવમાં આવ્યા છે. જ્યારે માતા કવિતાબેન ૭૦ ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *