અમદાવાદ
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ગામ ભાવડામાં m.c.n. શાહ હાઈસ્કૂલના પટાંગણમાં તારીખ ૨૬(૧) ૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૧૦ થી એક કલાકે યોજાયો હતો, હાઈ સ્કૂલની સ્થાપના ૧૯૮૧ થી ૨૦૨૪ સુધીના વર્ષ દરમિયાન અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળ તેમજ પ્રગતિ કેળવણી મંડળના સહયોગથી હોજાયો હતો, સમારંભની શરૂઆત શ્રદ્ધાંજલિ થી કરવામાં આવી હતી, ત્યારબાદ દીપ પ્રાગટશ અને પ્રાર્થના તેમજ સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું. ૧૯૮૧ થી આઠ દિન સુધીના નિવૃત્ત શિક્ષક શ્રી ઓ જે વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા, તેઓએ હાજર રહીને ગુરુ શિષ્યની પરંપરા ને નિભાવી હતી, ગુરુજીઓને ઢોલ નગારા તેમજ ગુલાબના ફૂલ તેમજ કંકુ ચોખા થી વધાવી લીધા હતા. તેમજ સમારંભના સ્ટેજ સુધી કલ્પીના શકાય તેવી આતસભાજી કરીને ફુલડા વધાવ્યા હતા. કાર્યક્રમમાં પધારેલ શિક્ષક શ્રીઓ તેમજ જે શિક્ષકશ્રીઓ સ્વ. થઈ ગયા છે, તેમના પરિવારને સાથે બોલાવીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શિક્ષક શ્રીઓને સાલ તેમજ જીવનની યાદગાર ફોટાવાળી મોમેન્ટ આપીને ગુરુવંદના ના દર્શન કરાવ્યા હતા. તેમાં શિક્ષક શ્રી ઓના હ્રદય સ્પર્શી વચનથી સર્વે ગત ગત થઈ ગયા હતા. તેમાં સર્વે પોતાના આંસુઓને રોકી શકથા ન્હોતા, કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સરકારી પરીક્ષાઓની તૈયારી માટેની કીટ આપવામાં આવી હતી તેમજ હાઈસ્કૂલનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ એક હસમુખભાઈ જે પરમાર (એડી. સિવિલ જજ) જનક રાય એ લીમ્બાચિયા (એન્જિનિયર) તેમજ દિલીપસિંહ એ બીહોલા(એડવોકેટ એન્ડ નોટરી) નું સન્માન કર્યું હતું. સમારંભના મુખ્ય મહેમાન પ્રદિપસિંહ બિહોલા પ્રેરણા વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય ગાંધીનગર એ હાજરી આપી હતી, તેમજ પ્રગતિ કેળવણી મંડળના પ્રમુખ શ્રી રમણભાઈ કે પટેલ, ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીગણ તેમજ પ્રિન્સિપાલ સતિષભાઈ ડી પટેલ, નિવૃત શિક્ષક શ્રીઓ મંગળભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, સિદ્ધિ સાહેભ, સતિષભાઈ એસ પટેલ, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ પટેલ તેમજ સ્વર્ગસ્થ અશોકભાઈ સુથારના ધર્મપત્તિ જયાબેન તેમજ સ્વર્ગસ્થ તુલસી રાઠોડના પરિવારે હાજરી આપી હતી. સર્વ શિક્ષક શ્રી ઓએ ભણતર માટે પહેલ નાખી હતી, તેમજ ભાવડા ગામનું નામ રોશન થાય અને સમાજની સેવા કરતા રહો તેવી શીખ આપી હતી, ૧૪૪ વર્ષે ભારતમાં કુંભ મેળો આવ્યો, તેમજ ૪૪ વર્ષે ભાવડા સ્કૂલમાં શિક્ષકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનો ગુરુ શિષ્યનો મેળો મળ્યો હતો. તેમ જ આનંદ કિલ્લોલ સાથે સૌ હાઈસ્કૂલના ૫૦ વર્ષની ઉજવણી કરીશું, તે ટેક લઈને પૂજન સાથે છૂટા પડયા હતા. આ કાર્યક્રમને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિનોદભાઈ પારેખ, હિતેન્દ્રસિંહ બિહોલા, રમણભાઈ સોઢા, કિશોરભાઈ પરમાર, મનીષભાઈ પટેલ, પ્રેમીલાબેન પટેલ, ઉપાબેન પટેલ, ઇન્દિરાબેન પટેલ, કૌશલબેન ઠાકોર જયંતીભાઈ પરમાર, વિષ્ણુભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ વગેરેનાઓ ખૂબ જ મહેનત કરીને સફળતાની સીડીએ ચડાવ્યો હતો અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

