PMએ ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કર્યું:મોદીએ અમદાવાદ કોલ્ડપ્લેનો ઉલ્લેખ કર્યો, દુનિયાના મોટા મોટા કલાકારો પણ ભારત તરફ આકર્ષિત

Spread the love

 

ઓડીશા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પૂર્વ ભારત દેશનું વિકાસ એન્જિન છે અને ઓડિશા તેનો મહત્વનો ભાગ છે. જ્યારે વૈશ્વિક વિકાસમાં ભારતનું બહુ મોટું યોગદાન હતું, ત્યારે ભારતના પૂર્વ ભાગનો તેમાં ઘણો મોટો ફાળો હતો. ઓડિશા દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. વડાપ્રધાન મોદી મંગળવારે ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા હતા. તેમણે અહીં ઓડિશા સરકારની બિઝનેસ સમિટ ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કર્યું હતું. 28 થી 29 જાન્યુઆરી દરમિયાન જનતા મેદાન ખાતે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલના દિવસોમાં તમે મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની શાનદાર તસવીરો જોઈ હશે, આ તેનો પુરાવો છે કે ભારતમાં લાઈવ કોન્સર્ટ માટે કેટલો સ્કોપ છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં અમદાવાદમાં યોજાયેલ બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાના મોટો મોટા કલાકારો પણ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યા છે. લાઈવ કૉન્સર્ટ માટે ભારતમાં ખુબ જ સ્કોપ છે. દેશમા રાજ્યોના પ્રાઈવેટ સેક્ટરને આગ્રહ કરતા જણાવ્યું હતું કે લાઈવ કૉન્સર્ટ માટે જરુરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરે. જો રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ્સ પર ફોકસ કરે તો આપણું અર્થતંત્ર કોન્સર્ટ ઈકોનોમી દ્વારા આગળ વધી શકે છે.પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું- મને કહેવામાં આવ્યું છે કે ઓડિશાના ઈતિહાસમાં આ સૌથી મોટી રોકાણકાર કોન્ફરન્સ છે. તેમાં 5 થી 6 ગણા વધુ રોકાણકારો ભાગ લઈ રહ્યા છે. આ માટે હું ઓડિશા સરકારને અભિનંદન આપું છું. લગભગ 3,000 રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ સાહસિકો અને ઉદ્યોગના હિતધારકોએ કોન્ક્લેવમાં ભાગ લીધો છે. આ ઉપરાંત 500 વિદેશી રોકાણકારો અને 17 દેશોના પ્રતિનિધિઓ સહિત લગભગ 7,500 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. અહીં 5 મુખ્ય ક્ષેત્રો આઇટી, રિન્યુએબલ એનર્જી, ટેક્સટાઇલ, કેમિકલ અને ફ્લાવર પ્રોસેસિંગ પર ફોકસ કરવામાં આવશે. આ મહિનામાં પીએમ મોદીની ઓડિશાની આ બીજી મુલાકાત છે. આ પહેલા 9 જાન્યુઆરીના રોજ તેમણે તે જ સ્થળે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *