ગુજરાત સરકારના ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ એક ક્લાસ-1 અધિકારીને ઘરે કાઢી મુક્યા

Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરી રહ્યાં છે. આ મિશનનું નામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ દિવસોમાં ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં છે. આજે વધુ એક એસ એસ ૫. એન.એલ.ના વર્ગ-1ના અધિકારી એચ.યુ. પટેલ મિકેનિકલ શાખા સરદાર સરોવર નર્મદા નિગમમાંથી વહેલા નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે. હકિકતમાં રાજ્ય સરકારે પ્રોબેશન સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા અધિકારીઓ અને કર્મચારીઓને અજમાયશ ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત અત્યારસુધીમાં રાજ્ય સરકારે આવા 56 જેટલા અધિકારીઓને ઘરભેગા પણ કરી દીધા છે. આજે વધુ એક અધિકારીને ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરી દેવાયા છે.

એક બાદ એક ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને ગુજરાત સરકાર દ્વારા પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરે બેસાડવામાં આવી રહ્યાં છે. અત્યારસુધી 56 જેટલા અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા ઘરભેગા કરવામાં આવ્યા છે. એક માહિતી અનુસાર, રાજ્ય સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. દિવાળી પહેલા અને દિવાળી બાદ સરદાર સરોવર નર્મદા નિગમમાં ડેપ્યુટેશન પર રહેલા વર્ગ-1 કાર્યપાલક ઇજનેર, મહેસૂલ વિભાગના સુપ્રિટેડન્ટ લેન્ડ રેકર્ડ- સુરત આઈટીઆઈના ક્લાસ-1 અધિકારી પ્રિન્સિપાલ, ભિલોડા આઈટીઆઈમાં ક્લાસ-1 અધિકારી જેના ભ્રષ્ટ અધિકારીઓને રાજ્ય સરકારે અત્યારસુધીમાં ઘરભેગા કરી દીધા છે. આજે વધુ એક એસ.એસ.એન.એલ.ના વર્ગ-1ના અધિકારી એચ યુ.પટેલ મિકેનિકલ શાખા સરદાર સરોવર નર્મદા નિગમ માંથી વહેલા નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાય ચૂક્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરી રહ્યાં છે. આ મિશનનું નામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ દિવસોમાં ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. હકીકતમાં રાજ્ય સરકારે પ્રોબેશન સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા અધિકારીઓ અને કર્મચારીઓને અજમાયશ ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ એવા અધિકારીઓને ઘરભેગા કરી રહી છે જેઓ પોતાના પાવરનો ગેરલાભ ઉઠાવીને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે.

આ અંતર્ગત રાજ્ય સરકાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણાયકતા, નિષ્ઠા અને આજ્ઞા પાલન જેવા ગુણોનું અવલોકન પણ કરી રહી છે. તાલીમ સેવા સંતોષકારક ગણાય તે માટે અધિકારી અથવા કર્મચારી પાસે સંખ્યાબંધ ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે. આમાં ઈમાનદારી અને વફાદારી પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ સમય દરમિયાન તમામ કેસોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને સક્ષમ સ્તરે વિચારણા કરવામાં આવી રહી છે. જો અધિકારી અથવા કર્મચારીની તાલીમનો સમયગાળો સંતોષકારક માનવામાં નથી આવતો તો તેમની સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com