અમેરિકા
શું AI ક્ષેત્રમાં દબદબો પૂરો થશે? શું ચીનની પ્રગતિ અમેરિકા માટે ખતરાની ઘંટી છે? આ સવાલ એલા માટે થાય છે કારણ કે ડીપસિક (DeepSeek) નામની એક ચીની લેબે એવો ધમાકો કર્યો છે કે સિલિકોન વેલીથી લઈને આખી દુનિયા હેરાન થઈ ગઈ છે. તેમણે એક એવું AI બનાવ્યું છે કે જે અમેરિકાની મોટી-મોટી કંપનીઓને ટક્કર આપી રહ્યું છે. 27 જાન્યુઆરીએ શેર બજારમાં ભૂકંપ આવ્યો હતો કારણ કે ડીપસિકનું AI આસિસ્ટન્ટ એપલના એપલ સ્ટોર પર સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી ફ્રી એપ બની ગઈ. લોકો ચેટ જીપીટીને ટક્કર આપતા આ નવા ચેટબોટને જોવા માટે ખૂબ ઉતાવળા છે. ત્યારે અમેરિકાની દિગ્ગજ ટેક કંપની Nvidia સહિત માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી AI સંબંધિત કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ડીપસિકની સફળતાએ અમેરિકાના AI દબદબાને ચૂનોતી આપી છે. અત્યાર સુધી બધા માનતા હતા કે AI ની દુનિયામાં અમેરિકા સૌથી આગળ છે, કારણ કે OpenAl, Anthropic, Google, Meta એવી મોટી -મોટી કંપનીઓ પાસે અને ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. પરંતુ ઓછા સંસાધનો અને જૂની ટેકનોલોજી છતાં ડીપસિકે જાન્યુઆરી 2025 માં બાજી પલટી નાખી. કંપનીએ પોતાના AI લેંગ્વેજ મોડેલ ડીપસિક-v3ના માધ્યમે પોતાની તાકાત બતાવીને અમેરિકાની ચિતા વધારી છે.
અમેરિકા કેમ ગભરાયેલું છે? DeepSeek-V3ની સૌથી ખાસ વાત એ છે કે આ મોડલ પણ અમેરિકા AI મોડેલ જેવુ જ કામ કરે છે. પરંતુ આને બનાવવામાં ખૂબ ઓછો ખર્ચ આવ્યો છે. DeepSeek કંપનીનો દાવો છે કે તેમણે આને બનાવવા માટે માત્ર 60 લાખ ડોલર ખર્ચ કર્યા છે. જોકે, અમુક લોકો DeepSeek ના આ દાવાને અસ્વીકાર નથી કરી રહ્યા. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા ચીનથી આગળ રહેવા ઇચ્છે છે. સ્ટારગેટ પ્રોજેકટનો ધ્યેય અમેરિકામાં સૌથી બેસ્ટ AI ઇન્ફ્રાસ્ટ્રચર તૈયાર કરવાનું છે, જેને 1 લાખથી વધારે અમેરિકીઓને જોબ મળશે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે તે અમેરિકાને દુનિયાનો લીડર બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું, આ પ્રોજેકટ આ સુનિશ્ચિત કરશે કે અમેરિકા AI અને ટેકનોલોજીમાં દુનિયાનો લીડર બનેલો રહે અને ચીન જેવા દુશ્મન દેશ આપણાથી આગળ ન નીકળી શકે.’ ટ્રમ્પ સરકારે જે ઉતાવળે ‘સ્ટારગેટ પ્રોજેકટ’ ની જાહેરાત કરી છે, તેનાથી સાફ ખબર પડે છે કે અમેરિકા પોતાની બાદશાહત બચાવવા માટે ઉતાવળું છે. શક્ય છે કે DeepSeekનો આ પ્રોજેકટથી સીધો સંબંધ ન હોય, પરંતુ આ ચીની લેબના AI મોડેલને આખી દુનિયામાં ધાક પાડી દીધી છે જેના કારણે અમેરિકાની ચિંતા વધી ગઈ છે.