રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર
ST નિગમના કર્મચારીઓ ના મોઘવારી ભથ્થા માં કર્યો વધારો
રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓ ને મોટી ભેટ આપી છે.વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી એ ST નિગમના કર્મચારીઓ માટે લીધેલા નિર્ણય ની ટ્વીટ કરી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ST નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4% નો થયો વધારો કર્યો છે. ત્યારે નિગમના કર્મચારીઓને હવેથી 50 % મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે એટલુજ નહી મોઘવારી ભથ્થા નો જે વધારો થયો છે તે મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચુકવી દેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સરકાર ના આ નિર્ણય થી કુલ રૂ. 125 કરોડથી વધુ નો લાભ એસ. ટી નિગમના કર્મચારીઓને મળશે અને ટૂંક સમયમાં વિગતવાર આદેશો પણ જારી કરવામાં આવશે .