સપ્તાહમાં માત્ર 4 દિવસ કામ, 3 દિવસ આરામ : કંપનીઓએ અચાનક લીધો મોટો નિર્ણય

Spread the love

અમેરિકા

એક તરફ ભારત અને દુનિયામાં અઠવાડિયામાં 70 થી 90 કલાક કામ કરવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ, યુકેની 200 કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ તેમના 200 કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા આપશે અને આ માટે તેઓ કામમાં કોઈ કાપ મૂકશે નહીં. ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે કે આ 200 કંપનીઓમાં કુલ 5,000 થી વધુ લોકો કામ કરે છે. આમાંની મોટાભાગની કંપનીઓ ચેરિટી, માર્કેટિંગ અને ટેક્નોલોજી કંપનીઓ દિવસની કાર્ય પદ્ધતિને સમર્થન કરનારાઓ માને છે કે 5 દિવસની કાર્ય પદ્ધતિ જૂના સમય માટે સારી હતી. તે સમયે કર્મચારીઓને આટલો તણાવ સહન કરવો પડતો ન હતો અને કામના સ્થળે પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી ન હતી. હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાથી કર્મચારીઓને ઘણો આરામ મળશે અને તેઓ તેમના કામમાં પણ ખુશ જણાશે. તેમનું પારિવારિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને તેઓ વધુ ઉત્સાહ સાથે કામ પણ કરશે. આ કારણે કંપનીઓની ઉત્પાદક્તામાં વધુ સુધારો જોવા મળી શકે છે.

ધ ગાર્ડિયનના અહેવાલમાં જો રાઈલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 50% વધુ ફ્રી સમય સાથે, ચાર દિવસ સુધી કામ કરવાથી લોકોને વધુ આરામ મળશે અને તેઓને પરિવાર માટે વધુ સમય મળશે. સેંકડો બ્રિટિશ કંપનીઓ અને એક સ્થાનિક કાઉન્સિલે પહેલેથી જ બતાવ્યું છે કે, પગારમાં ઘટાડો કર્યા વિના ચાર દિવસનું અઠવાડિયું કર્મચારીઓ અને કંપનીઓ બંને માટે ફાયદાકારક હોઈ શકે છે. માર્કેટિંગ, મીડિયા અને જાહેરાત કંપનીઓ આ અભિયાનનું નેતૃત્વ કરી રહી છે. જેમાંથી 30 કંપનીઓએ આ નીતિ અપનાવી છે. આ પછી મેનેજમેન્ટ સેક્ટરમાં 29 ચેરિટી સંસ્થાઓ, 24 ટેક કંપનીઓ અને 22 કંપનીઓ છે. કાયમી ચાર-દિવસીય કાર્ય સપ્તાહના સમર્થકો દલીલ છે કે 4 ડે વર્કકલ્ચરથી કર્મચારીઓની પ્રોડક્ટીવિટીમાં સુધારો થશે અને તેનાથી કર્મચારીઓ આર્કષાશે અને ત્યાં જ રહેશે. આગામી પાંચ વર્ષમાં ચાર દિવસનું વર્ક કલ્ચર સામાન્ય બની જશે સ્પાર્ક માર્કેટ રિસર્ચ દ્વારા હાથ ધરાયેલ સંશોધન દર્શાવે છે કે 18 થી 34 વર્ષની વયના લગભગ 78% બ્રિટન માને છે કે આગામી પાંચ વર્ષમાં ચાર દિવસનું વર્ક કલ્ચર સામાન્ય બની જશે. જો કે એમેઝોન અને જેપી મોર્ગન ચેઝ જેવી કંપનીઓ તેમના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ વ્યક્તિગત રીતે કામ કરવા દબાણ કરે છે. ભારતમાં પણ કેટલાક જાણીતા કોર્પોરેટ નેતાઓ લાંબા સમય સુધી કામના કલાકોની હિમાયત કરી રહ્યા છે, જેના કારણે ચર્ચા અને ઘણી ટીકા થઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com