ભારતીય સ્ટેટ બેંક 1 ઓક્ટોબરથી તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી SBIના એટીએમ કાર્ડ દ્વારા બીજી બેંકમાંથી પાંચ કરતા વધુ વખત નાણાં ઉપાડવા પર સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો કે હવે મહિનામાં ત્રણ કરતા વધારે વખત રોકડ જમા કરાવવા પર વધારાની ફી ચૂકવવી પડશે. બેંકે તેની વેબસાઇટ પર એક પરિપત્ર બહાર પાડ્યો છે. ભાગલપુર ઝોનમાં યુકો બેંક બાદ SBIની સૌથી વધુ શાખાઓ છે. ચાર્જ વધાર્યા બાદ ગ્રાહકોએ 50થી 100 રૂપિયા ટેક્સરૂપે ચૂકવવા પડશે. હાલમાં બીજી કોઈ બેંકમાં નાણાં જમા કરવાની કોઈ જવાબદારી નથી.
SBIએ 1 ઓક્ટોબરથી ચેક રીટર્ન માટેના નિયમોમાં ફેરફાર કરવાની પણ જાહેરાત કરી છે. જો કોઈ ટેકનિકલ કારણોસર કોઈ ચેક પાછો આવે છે, તો ચેક જારી કરનારને 169 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે, જેમાં જીએસટી પણ શામેલ છે.
બેંકે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) પરના ચાર્જમાં રાહતની જાહેરાત કરી છે. આનાથી બેંક શાખામાં જવું અને RTGS કરવું સસ્તું થશે. હાલ બેથી પાંચ લાખ રૂપિયા સુધીના RTGS પર 25 રૂપિયા અને 5 લાખ રૂપિયાથી વધુના RTGS પર 50 રૂપિયા ચાર્જ લેવાય છે. જોકે 1 ઓક્ટોબરથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં બેથી પાંચ લાખ રૂપિયામાં RTGS પર 20 રૂપિયા (વધારાના જીએસટી)નો ચાર્જ ચૂકવવો પડશે. પાંચ લાખ રૂપિયાથી વધુની RTGS પર 40 રૂપિયા (વધારાના જીએસટી)નો ચાર્જ ચૂકવવો પડશે.