અમદાવાદ
અમદાવાદ શહેર મે.પોલીસ કમિશ્નર જી.એસ.મલિક તથા અધિક પોલીસ કમિશ્રર સેકટર-૨ જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ ડૉ.રવિ મોહન સૈની તથા મદદનીશ મદદનીશ પોલીસ કમિશ્રર ‘જે’ ડીવીજન પ્રદિપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડકટ એ સર્વેલંસ સ્કોડના પો.સબ.ઇન્સ.એસ.આઈ.પટેલ તથા સ્ટાફના માણસોને મિલ્કત સબંધી/વ્હિકલ ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ જે આધારે અત્રેના પો.સ્ટે.વિસ્તારમાં વાહન ચેકિંગ દરમ્યાન મીરા ચાર રસ્તા ખાતે એક નંબર પ્લેટ વગરની એક્ટીવા ઉપર (૧) મુકેશ ઉર્ફે બલ્લુ બલરામ મદ્રાસી ઉ.વ.પર ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર તથા (૨) ફેમસ ઉર્ફે આયુષ મોનિષભાઇ માળી ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર નાઓ મળી આવતા જેઓની અંગઝડતી તપાસ કરતા એક સોનાની તુટેલ ચેઇન તથા સોનાના બે તુટેલ મંગળસુત્ર મળી આવતા સદર ઇસમોના ICJS પોર્ટલ તથા પોકેટકોપ મોબાઇલ ફોનની મદદથી એક્ટીવાના એન્જીન-ચેચિસ નંબર આધારે સર્ચ કરતા સદર એક્ટીવા કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી થયેલાનુ જણાઇ આવેલ તેમજ મુકેશ ઉર્ફે બલ્લુ ચેઇન સ્નેચીંગ/લુટ/ મારામારી/આર્મ એક્ટ/વ્હિકલ ચોરીના અલગ અલગ પ્રકારના ૩૮ ગુનાઓમા પકડાયેલ હોવાનુ જણાઇ આવતા સદરી ઇસમોની વધુ પુછપરછ કરતા અમદાવાદ શહેરના સાબરમતી મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચેઇન સ્નેચીંગ તથા કલોલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વ્હિકલ ચોરી તથા ચેઇન સ્નેચીંગ કરેલાની કબુલાત કરતા સદર ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચીંગ તેમજ ગાંધીનગર જીલ્લાના કલોલ સીટી પોલીસ સ્ટેશનના વ્હિકલ ચોરી તેમજ ચેઇન સ્નેચીંગના ગુનાઓ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.
આરોપીઓ
(૧) મુકેશ ઉર્ફે બલ્લુ બલરામ મદ્રાસી ઉ.વ.પર ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર તથા
(૨) ફેમસ ઉર્ફે આયુષ મોનિષભાઇ માળી ઉ.વ.ર૧ ધંધો મજુરી રહે પી.ડબ્લ્યુના છાપરા કોમલ પાર્ક સામે ચંડોળા તળાવ પાસે ઇસનપુર અમદાવાદ શહેર
આરોપીઓ વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ
(૧)સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૪૦૯૧૭/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૪(૨),૫૪
(૨)કલોલ સીટી પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૪૨૫૦૦૦૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨)
(૩)કલોલ સીટી પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૪૨૫૦૦૪૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૪(૨),૫૪
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧)આ કામનો આરોપી મુકેશ ઉર્ફે બલ્લુ બલરામ મદ્રાસી નાનો અમદાવાદ શહેરના ઇસનપુર, વટવા,કાગડાપીઠ ,વેજલપુર મણીનગર ખોખરા અમરાઇવાડી સાબરમતી ,ચાંદખેડા, સરખેજ, નારોલ પોલીસ સ્ટેશનોમા લુટ, મારામારી,ચેઇન સ્નેચીંગ વ્હિકલ ચોરીઓના ગુનાઓમા પકડાયેલ છુ તેમજ ગાંધીનગર જીલ્લાના કલોલ પોલીસ સ્ટેશનમા ચેઇન સ્નેચીંગ, વ્હિકલ ચોરીઓના ગુનાઓમા પકડાયેલ છે તેમજ ખેડા જીલ્લાના નડીયાદ ખાતે દેશી કા તથા લુટના ગુનાઓમા પકડાયેલ છે તેમજ ૧૦ (દસ) વાર પાસા કાપેલ છે.
આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ
(૧) નંબર પ્લેટ વગરની એક્ટીવા જેનો એન્જીન નંબર.JF91EG1219538 તથા ચેસિસ નંબર ME4JF914KLG220091 નો છે જેનો આર.ટી.ઓ.નંબર GJ18DJ9060 નો જેની કિ.રૂ.૩૦,૦૦૦
(૨) એક તુટેલી સોનાની સાદી ડીઝાઇનની ચેઇન જેની કિ.રૂ.૩૦, ૭૧૨
(૩)એક કાળા મોતી વાળુ મંગળસુત્ર જેની કિ.રૂ.૫૭,૫૦૦
(૪) એક કાળા મોતી વાળુ પેન્ડલ વાળુ મંગળસુત્ર જેની કિ.રૂ.૮૭,૮૦૦ મળી કુલ્લે
કિ.રૂ.૨,૦૬,૦૧૨ નો મુદ્દામાલ
કામગીરી કરનાર અધીકારી/કર્મચારી
પો.સબ.ઇન્સ.એસ.આઇ.પટેલ
મ.સ.ઇ.મહેંદ્રસિંહ મંગળસિંહ બ.નં.૯૨૭૦
અ.હે.કો.અર્જુનસિંહ ભાવસિંહ બ.નં.૯૯૯૬
અ.પો.કો.નરેશભાઇ ચંદુભાઇ બ.નં.૬૫રશે
અ.પો.કો.દેવુસિંહ શંભુજી બ.નં.૬૬૧૦
અ.પો.કો.રાહુલસિંહ જીલુભાઇ બ.નં.૧૨૩૦૫
અ.પો.કો.અનિલભાઇ પુનમભાઇ બ.નં.૩૩૨૧
