કુલ-૨૭ બેઠકોના નામની યાદી જાહેર કઃતાલુકા પંચાયતની ૨૮માંથી ૧૭ બેઠક પર OBC સમાજને ટિકિટ
ગાંધીનગર
GJ-18 જિલ્લાના તાલુકાની બેઠકોમાં સૌથી વધારે ઓબીસી એવા ડાકોરના ઠાકોર સૌથી વધારે ઉમેદવારો ભાજપમાંથી જોવા મળ્યા છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ઠાકોર સમાજના મતદારો વધારે હોવાથી ભાજયે પણ ઠાકોર સમાજના શરણે હોય તેમ કુલ-૨૭બેટકોના નામની યાદી જાહેર કરી તેમાં ૧૭ બેઠકો ઉપર ટીકિટ ઠાકોર સમાજના જ ઉમેદવારોને આપી છે. જોકે ગાંધીનગર તાલુકા પંચાયતની ઉનાવા સીટના ઉમેદવારના નામની જાહેરાત ભાજપે કરી નથી.
સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા ઠાકોર સમાજને ટીક્ટિ વધારે આપતું હોય છે. આથી ગાંધીનગર તાલુકા પંચાયતને કોંગ્રેસ મુક્ત કરવા માટે ભાજપે ઠાકોર સમાજનું શરણું લીધું હોય તેમ લાગી રહ્યું છે. રાજકારણમાં જે વ્યક્તિ કે સમાજથી ઠાયદો થાય તેને જ મહત્વ આપવામાં આવે છે. તેમ ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ-૨૮ સીટોમાંથી મહુમતીથી વિજય પતાકા લહેરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે તેમ લાગી રહ્યું છે. કેમ કે અપક્ષ સિવાય અન્ય રાજકીય પક્ષના ઉમેદવારોએ કોર્મ ભર્યા નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવવાથી દુર રહી હોય તેમ એકપણ ઉમેદવારે શુક્રવાર સુધી ફોર્મ ભર્યા નથી. પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત પણ કરી નથી ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા એકપણ સીટના ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં શુક્રવાર સુધીમાં કુલ-૧૯ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે.
તાલુકા પંચાયતની કુલ-૨૮માંથી ૨૭ બેઠકો ઉપર ભાજપે ઉમેદવારોનો નામની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં કુલ-૧૭ બેઠકો ઉપર ટીકિટ ઠાકોર સમાજના ઉમેઠવારોને ફાળવવામાં આવી છે. આથી ભાજપનું લક્ષ કોંગ્રેસ મુક્ત ગાંધીનગર તાલુકા પંચાયત કરવાનું હોય તેમ લાગી રહ્યું છે. બીજીતરફ કોંગ્રેસે પણ અત્યાર સુધીમાં ભરાયેલા ફોર્મમાંથી એક પાટીદાર, બે શત્રિય અને ૧૨ ઠાકોર સમાજના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઠાકોર સમાજના મરણે ભાજપ અને કૉંગ્રેસ ભશે હોવાથી કોને તેનો ફાયદો થાય છે તે તો આગામી તારીખ ૧૬મી, ફેબ્રુઆરીના રોજ મતગણતરી બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.
ત્યારે ભાજપે જાહેર કરેલી ૧૭ ઉમેદવારોની યાદીમાં છાલા, ચિલોડા (ડ), રૂપાલ, સરઢવ, શાહપુર બેઠકની ટીકિટ પાટીદાર સમાજને આપી છે. જયારે વલાદ, વડોદરા, ઉવારસદ-૨, ઉપારસદ-૧, ટીંટોડા, સોનારડા, શિહોલી મોટી, શેરથા, પીપળજ, મગોડી, દોલારાણા વાસણા, પણપ, ડમોડા-૨, ચંદ્રાલા,
આદરજ મોટી-૧, આદરજ મોટી-૨ અડાલજ-૨ બેઠકોની ટીકિટ ઠાકોર સમાજના ઉમેદવારીને આપી છે. પલપ બેઠક પર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સરોજભા સુમિતસિંહ ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવવા માટે ભાજપે ઠાકોર સમાજના જ ઉમેદવારોને ટીકિટ આપી છે. તેની સાથે સાથે કોંગ્રેસના બે ઉમેદવારોને ફોર્મ ભરે તે પહેલાં જ તેમને કોડી નાંખવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે. આ બે ઉમેદવારો પર ભાજપની નજર છે. આથી ઉમેદવારી ફોર્મ ભરાય પહેલાં અને પછી ઉમેદવારોને પોતાની છાવણીમાં લઈને કાંગરા ખેરવવાની રસ્તે ભાજપ ચાલી રહ્યું હોય તેવી ચર્ચા રાજકીય બેડામાં જોવા મળી રહી છે.
જોવા જઈએ તો મોટાભાગના અગાઉના ઉમેદવારો કોંગ્રેસમાંથી ઉપાડીને ભાજપમાં લાવ્યા છે ત્યારે જીજે ૧૮ જિલ્લામાં કેસરિયો બધે જ લહેરાય તે માટે અનિલનું ‘કોંગ્રેસ નીલ” અભિયાન છેડયું છે હાલ જિલ્લા પ્રમુખ અનિલ પટેલ છે બાકી પોતે શિક્ષક અને આચાર્ય રહી ચૂક્યા છે કોને કેમ્પ પાઠ ભણાવો? કેમ ટ્રેન કરો કોને કેટલું આપવું તેમની પાસે કુનેસ છે ત્યારે જીજે ૧૮ જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેસરિયો ફૂલ ફ્લેગમાં ખીલે તેવા ઓપરેશનો ચાલી રહ્યા છે ત્યારે ઘણી જગ્યાએ ફોર્મ પાછા ખેંચવાની તારીખે પણ નવા જૂની થાય તો નવાઈ નહીં