બજેટ 2025 : 12 લાખ સુધીની આવક પર કોઈ ટૅક્સ નહીં

Spread the love

 

બીબીસી ગુજરાતી, બજેટ 2025-26, ભારતનું કેન્દ્રીય બજેટ, નિર્મલા સીતારમણ, ભારત સરકાર, બજેટ

નવીદિલ્હી

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું છે. સતત 8મી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. નાણામંત્રીએ તેને આકાંક્ષાઓનું બજેટ ગણાવતા કહ્યું કે, સરકારે તમામ વર્ગોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2025- ’26નું બજેટ રજૂ કર્યું. મોદી 3.0નું આ પહેલું પૂર્ણકાલીન બજેટ છે.
વિરોધપક્ષના વૉકઆઉટ વચ્ચે નાણામંત્રી બજેટની દરખાસ્તો રજૂ કરી હતી. નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે 12 લાખ સુધીની આવક પર કોઈ ઇન્કમટેકસ નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે આગામી સપ્તાહે નવું ઇન્કમટેક્સ બિલ લાવવામાં આવશે. ભારતમાં ટેકસ સિસ્ટમને સરળ બનાવવા માટે એક સંપૂર્ણ નવો ઇન્કમટેક્સનો કાયદો લાવવામાં આવશે તેવી ઘણા સમયથી અટકળો થઈ રહી હતી.

હાલમાં ઇન્કમટેક્સ ઍકટ 1961નો ચાલે છે જે જટિલ છે અને તેમાં સુધારા કરવાની જરૂર જણાય છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ની મર્યાદા વધારીને 100 ટકા કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું છે જેમાં ટેક્સને લગતી કેટલીક મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ન્યૂ ટેક્સ રેજિમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો નહીં લાગે. આ ઉપરાંત ટીડીએસ અને ટીસીએસ પર પણ મોટી રાહતો જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે વાર્ષિક 18 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતી વ્યક્તિને ટેક્સમાં 70,000 રૂપિયાનો ફાયદો થશે. વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક હોય તેમને 80 હજાર રૂપિયાનો ફાયદો થશે.

આગામી અઠવાડિયે ન્યૂ ઇન્કમ ટેકસ બિલ આવવાનું છે ત્યારે નાણામંત્રીએ ઇન્કમટેકસના સ્લેબમાં પણ ફેરફારની જાહેરાત કરી છે:

4થી 8 લાખ સુધીની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ
8થી 12 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેક્સ
12થી 16 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ
16થી 20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ
20થી 24 લાખ રૂપિયાની આવક પર 25 ટકા ટેક્સ
24 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સનો સ્લેબ રહેશે
પગારદાર વર્ગને મળતા સ્ટાન્ડર્ડ ડિડકશનનો ઉમેરો કરવામાં આવે તો પગારદાર વર્ગે 12.75 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ઇન્કમટેક્સ ભરવો નહીં પડે. નૅશનલ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટમાંથી કરવામાં આવેલા ઉપાડ પર ટૅક્સ નહીં લાગે

 

તેમણે કહ્યું કે અપડેટેડ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેનો સમયગાળો બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવ્યો છે જેથી સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન મળે. આ ઉપરાંત શિક્ષણના હેતુ માટે રેમિટન્સ કરવામાં આવે તો તેના પર ટીસીએસ દૂર કરવામાં આવશે. તેમાં શરત એવી રહેશે કે નિશ્ચિત નાણાકીય સંસ્થા પાસેથી લોન લઈને રેમિટન્સ કરવામાં આવેલું હોવું જરૂરી છે. ગૂડ્સના વેચાણને લગતા ટ્રાન્ઝેકશન પર ટીસીએસ દૂર કરવામાં આવશે.
નાણામંત્રીએ ટીડીએસ (ટેક્સ ડિડક્શન એટ સોર્સ)ને સુધારવાની જાહેરાત કરી છે. તેમાં ટીડીએસ કાપવા માટેના રેટ અને થ્રેસહોલ્ડમાં ઘટાડો કરાયો છે. સિનિયર સિટીઝનને વ્યાજની આવક થતી હોય તેના પર ડિડક્શનની મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ કરવામાં આવી છે. ભાડાની આવક પર ટીડીએસની વાર્ષિક મર્યાદા 2.40 લાખથી વધારીને છ લાખ કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું કે બેઝિક ઇન્કમ એકઝેમ્પશન લિમિટ ત્રણ લાખ રૂપિયાથી વધારીને ચાર લાખ કરવામાં આવી છે. 87-એ હેઠળ રિબેટ 25,000થી વધારીને 60,000 રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 ઑગસ્ટ 2024 પછી નૅશનલ સેવિગ્સ સ્કીમ (એનએસએસ) એકાઉન્ટમાંથી કરવામાં આવેલા ઉપાડ પર ટેક્સ નહીં લાગે.

 

નિર્મલા સીતારમણે આપેલા ભાષણના મુદ્દા

  • મિડલ ક્લાસલક્ષી ટૅક્સ સુધારા કરવામાં આવ્યા
  • ટીસીએસની લિમિટ સાત લાખ રૂપિયાથી વધારીને 10 લાખ કરવામાં આવી
  • સિનિયર સિટીઝન માટે ટીડીએસની મર્યાદા 50 હજારથી બમણી કરીને એક લાખ કરવામાં આવી
  • નોન-પેન કેસ માટે જ ઊંચો ટીડીએસ લાગુ પડશે
  • આઈટી રિટર્ન ફાઇલ ભરવાની લિમિટ વધારીને ચાર વર્ષ કરવામાં આવી.
  • બે સેલ્ફ ઓક્યુપાઈડ મકાનો હોય તેમને ટૅક્સમાં રાહત અપાઈ
  • કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) દ્વારા 7.7 કરોડ ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોને શૉર્ટ ટર્મ લોન આપવાનું ચાલુ રાખશે
  • ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ હેઠળ લોનની મર્યાદા 3000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે
  • કૃષિ ક્ષેત્રને ઉત્તેજન આપે તેવી જાહેરાતોથી એગ્રિકલ્ચર કંપનીઓના શૅરોમાં પાંચ ટકાથી લઈને 11 ટકાનો ઉછાળો
  • બિહારમાં મખના બોર્ડ રચાશે. દુનિયામાં લગભગ 85 ટકા મખનાનું ભારતમાં ઉત્પાદન થાય છે. ભારતમાં 90 ટકા મખનાનું ઉત્પાદન બિહારમાં થાય છે. મધુબની, દરભંગા, સુપૌલ, સીતામઢી, કટિહાર જિલ્લા મખનાની ખેતી માટે વિખ્યાત છે
  • તેલ અને દાળ માટે છ વર્ષના લક્ષ્ય સાથે યોજના ઘડવામાં આવી છે જેના હેઠળ તુવેર, અડદ અને મસૂરની દાળના ઉત્પાદનને વેગ અપાશે
  • ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટર્ડ નાના ઉદ્યોગોને પાંચ લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ અપાશે. પ્રથમ વર્ષમાં આવા ઉદ્યોગો માટે 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે
  • શેરીના ફેરિયા (સ્ટ્રીટ વેન્ડર્સ) માટે યુપીઆઈ લિંક્ડ ક્રેડિટ કાર્ડ
  • એક કરોડ ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષા અપાશે
  • સરકારી પોર્ટલ પર ગિગ વર્કર્સ માટે આઈડી કાર્ડ અપાશે
  • કૃષિ, આરોગ્ય અને શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ત્રણ સેન્ટર સ્થપાશે
  • નવા યુગનાં શહેરો માટે એક લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ
  • 2047 સુધીમાં ન્યુક્લિયર ઍનર્જીથી 100 ગીગાવોટ વીજ ઉત્પાદનનું લક્ષ્ય
  • આગામી પાંચ વર્ષમાં 75,000 નવી અંડર ગ્રૅજ્યુએટ મેડિકલ સીટ ઉમેરાશે
  • મેક ફૉર ઇન્ડિયા મેક ફૉર વર્લ્ડ માટે સ્કીલ વિકસાવવા પાંચ નવાં રાષ્ટ્રીય કેન્દ્રો શરૂ કરાશે
  • દેશની તમામ જિલ્લા હૉસ્પિટલોમાં કૅન્સર ડે કેર સેન્ટર સ્થપાશે
  • 68 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને પીએમ સ્વનિધિ સ્કીમનો ફાયદો અપાશે
  • એમએસએમઈ માટે વર્ગીકરણનાં ધોરણોમાં ફેરફાર. રોકાણની લિમિટ અઢી ગણી વધારવામાં આવશે
  • એમએસએમઈ વર્ગીકરણ માટે ટર્નઓવરની લિમિટ બમણી કરાશે
  • ભારતને રમકડાંના ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવા નૅશનલ પ્લાન ઘડાશે
  • આગામી એક વર્ષમાં મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોમાં 10 હજાર બેઠકો ઉમેરાશે
  • દેશમાં 1.50 લાખ ગ્રામીણ પોસ્ટઑફિસમાં સુધારા કરીને તેને એક વિશાળ લૉજિસ્ટિક સંગઠનમાં રૂપાંતરિત કરાશે
  • પ્રથમ વખત ઉદ્યોગસાહસિક બનેલી મહિલાઓ, એસસી અને એસટી સાહસિકોને બે કરોડ રૂપિયાની ટર્મ લોન અપાશે

નિર્મલા સીતારમણ સામેના પડકારો વિષે પણ તેમણે કહ્યું,…

ભારતમાં ખાદ્ય પદાર્થોના ભાવ ઝડપથી વધ્યા છે. ખાસ કરીને શાકભાજી, ખાદ્ય તેલ અને દૂધના ભાવમાં વધારાને કારણે ઘરખર્ચ વધી ગયો છે. અર્થતંત્ર ધીમું પડવાના કારણે રોકાણકારોમાં ગભરાટ છે. નૅશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના અંદાજ પ્રમાણે 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસદર 6.4 ટકા રહેશે. કોવિડ મહામારી દરમિયાન ઘટાડા પછી આ સૌથી નીચો વૃદ્ધિ દર છે. 2024ના ચૂંટણીના વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના મૂડી ખર્ચમાં ઘટાડાને મંદીનું કારણ માનવામાં આવી રહ્યું છે. મોંઘવારી પ્રમાણે મજૂરી અને વેતન ન વધવાને કારણે ખાસ કરીને મર્યાદિત આવક ધરાવતા પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સિવાય કોરોના સમયે શહેરી વિસ્તારોમાંથી કૃષિક્ષેત્રની રોજગારી તરફ વળેલા લોકો ફરીથી શહેરી વિસ્તારોમાં આવી રહ્યા છે, પરંતુ તેમના માટે રોજગારની પૂરતી તકોનું સર્જન નથી થઈ રહ્યું. ગામડાંમાં રોજગારક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધી છે, પરંતુ તેની સરખામણીમાં કામ નથી વધ્યું, જેની સીધી અસર વેતન અને આવક પર થઈ રહી છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતીય કંપનીઓનાં નિરાશાજનક પ્રદર્શનોએ પણ આ સ્થિતિને વધુ મુશ્કેલ બનાવી છે. અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતીય બજારોનું વૅલ્યૂએશન વધ્યું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

સામાન્ય રીતે બજેટ દરમિયાન લોકોની નજર પ્રત્યક્ષ કર પર રહેતી હોય છે. દરેક અંદાજપત્રની જેમ મધ્યમ વર્ગ આ વખતે પણ કોઈ રાહતની અપેક્ષા રાખી રહ્યો છે. હાલમાં ઇન્કમટૅક્સ માટે અલગ-અલગ પ્રકારની રાહતવાળી જૂની કરપ્રણાલી અને આવક સાથે જોડાયેલી કોઈ પણ રાહત વગરની સુરેખ કરપ્રણાલી અમલમાં છે. હાલમાં સરકારે બંનેમાંથી કોઈ એકને સ્વીકારવાનો વિકલ્પ કરદાતાને આપેલો છે. સરકાર અગાઉ જ નવી ઇન્કમટૅક્સ વ્યવસ્થા તરફ વળવાની વાત કરી ચૂકી છે, ત્યારે આ બજેટમાં તે દિશામાં કોઈ મહત્ત્વપૂર્ણ જાહેરાત થાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ) ટૅક્સના અમલીકરણ પછી ચીજવસ્તુઓનું મોંઘું-સસ્તું થવું એ બજેટના બદલે જીએસટી કાઉન્સિલમાં નક્કી થવા લાગ્યું છે. જે અપ્રત્યક્ષ કરની આવકનો મોટો સ્રોત છે. આમ છતાં કસ્ટમડ્યૂટી, કૉર્પોરેટ ટૅક્સ તથા અન્ય પ્રકારના નૂરદર હજુ પણ કેન્દ્રીય બજેટમાં જ જાહેર થાય છે, જેની સીધી અસર મોબાઇલ, લૅપટૉપ અને કમ્પ્યુટર જેવા રોજબરોજની વપરાશનાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ઉપર થતી હોય છે. આ સિવાય ભારતીય ઘરોમાં સોનું એ બચતનું એક મહત્ત્વપૂર્ણ સાધન છે, જેના ભાવો ઉપર બજેટની અસર થતી હોય છે.

ભારત પોતાનો ડિજિટલ રૂપિયો કેમ લાવવા માગે છે?જે વિષે પણ નિર્મલા સીતારમણે જણાવ્યું, જેમાં તેમણે કહ્યું,…

ઇંદિરા ગાંધી સ્વતંત્ર ભારતમાં કેન્દ્રીય બજેટ રજૂ કરનાર સૌપ્રથમ મહિલા હતાં. તેઓ વડાં પ્રધાન હતાં ત્યારે તેમણે કામચલાઉ રીતે નાણા મંત્રાલય પણ સંભાળ્યું હતું. નિર્મલા સીતારમણે તેમનું સૌપ્રથમ બજેટ 2019ની પાંચમી જુલાઈએ રજૂ કર્યું હતું અને પૂર્ણકાલીન નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનાર સૌપ્રથમ મહિલા બન્યાં હતાં. તેઓ શનિવારે સતત આઠમું બજેટ રજૂ કરશે. પૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિમ્હારાવ નવ વખત તથા મૂળ ગુજરાતી પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ દસ વખત બજેટ રજૂ કરવાનો રેકૉર્ડ ધરાવે છે.

નિર્મલા સીતારમણે 2021માં દેશનું સૌપ્રથમ પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. કોરોના મહામારીને કારણે એ નિર્ણય લેવામાં આવ્યો હતો. બજેટના દસ્તાવેજો કપડાની બૅગમાં લાવવાને બદલે નિર્મલા સીતારમણે ભારતમાં નિર્મિત ઇલેક્ટ્રોનિક ટૅબલેટ પરથી ડિજિટલ બજેટ વાંચી સંભળાવ્યું હતું. જૂના સમયમાં બજેટની બ્રીફ કેસ લાલ રંગની જ રહેતી હતી. 2019માં નિર્મલા સીતારમણે તે પરંપરા તોડી હતી અને બજેટના દસ્તાવેજો સ્વદેશી કપડાની, રાષ્ટ્રીય ચિહ્નથી સુશોભિત વહીખાતા બૅગ્ઝમાં લાવવાનું શરૂ કર્યું હતું.

 

શૅરબજાર : મહિનાઓથી ગગડેલું સ્ટૉક માર્કેટ હજુ કેટલું ઘટશે, ક્યારે પાછું ઊંચું આવી શકે છે?

બ્રીફ કેસમાં બજેટના દસ્તાવેજો સંસદમાં લાવવાની પરંપરા બ્રિટિશરોએ શરૂ કરી હતી. ‘બજેટ’ શબ્દનો ઉદ્ભવ ફ્રેન્ચ શબ્દ ‘Bougette’ (બુશેત) પરથી થયો છે. બુશેતનો અર્થ નાનકડી બૅગ એવો થાય છે. સૌપ્રથમ ભારતીય બજેટ જેમ્સ વિલ્સન નામના એક સ્કોટિશે 1860ની પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું. તેઓ ઇન્ડિયન વાઇસરૉય મૅનેજમૅન્ટ કમિટીના નાણાકીય સભ્ય હતા. તેઓ ધ ઇકૉનૉમિસ્ટ અને ચાર્ટર્ડ બૅન્કના સ્થાપક પણ હતા. ચાર્ટર્ડ બૅન્કને 1969માં સ્ટાન્ડર્ડ બૅન્ક સાથે ભેળવી દેવામાં આવી હતી. વર્ષ 2000 સુધી કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ તે જ વર્ષે બજેટ સંસદમાં રજૂ કરવાનો સમય બદલીને સવારના 11 વાગ્યાનો કર્યો હતો.

2017 સુધી દર વર્ષે બે અલગ બજેટ રજૂ કરવામાં આવતાં હતાં. નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરતા હતા, જ્યારે રેલમંત્રી રેલવે બજેટ રજૂ કરતા હતા. નરેન્દ્ર મોદી સરકારે કૉમન બજેટ પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું હતું. સૌપ્રથમ કૉમન બજેટ તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ 2017માં રજૂ કર્યું હતું. બજેટની રજૂઆતના દસ દિવસ પહેલાં નાણા મંત્રાલયમાં ‘હલવા સેરેમની’ યોજવામાં આવે છે. તેમાં હલવો બનાવવામાં આવે છે અને પ્રિન્ટિંગ પ્રેસમાં વહેંચવામાં આવે છે. આ પરંપરાગત ઘટના સાથે બજેટની પ્રિન્ટિંગ-પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. બજેટ તૈયાર કરવા સાથે સંકળાયેલા નાણામંત્રી સહિતના તમામ લોકો હલવા સેરેમનીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

હલવા સેરેમની પૂર્ણ થાય પછી પ્રિન્ટિંગ પ્રક્રિયામાં સંકળાયેલા તમામ કર્મચારીઓને નાણા મંત્રાલયની નૉર્થ બ્લૉક ખાતેની બિલ્ડિંગમાં બંધ કરી દેવામાં આવે છે. તેમનો વિશ્વ સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવે છે અને બજેટને છાપવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ કર્મચારીઓને જ્યાં દસ દિવસ રાખવામાં આવે છે તે બિલ્ડિંગના દરવાજા બજેટની સંસદમાં રજૂઆતના દિવસે જ ખૂલે છે. જૂના સમયમાં બજેટનું છાપકામ રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલા પ્રેસમાં કરવામાં આવતું હતું, પરંતુ 1950માં બજેટની કેટલીક વિગત લીક થઈ ગઈ એ પછી બજેટના પ્રિન્ટિંગનું કામ મિન્ટો રોડ પરની પ્રેસમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. બજેટના દસ્તાવેજોનું છાપકામ 1980થી નાણા મંત્રાલયની વહીવટી ઇમારતમાં બનાવવામાં આવેલા ખાસ પ્રિન્ટિંગ પ્રેસમાં જ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com